ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની વિઠલાપુર પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાનો કર્યો પર્દાફાશ - vithlapur news

અમદાવાદમાં ખાનગી બાતમીના આધારે વિઠલાપુર પોલીસની ટીમે શક્તિ આર્કેટમાં છાપો મારી મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું. મસાજ પાર્લરના સંચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ahmedabad
ahmedabad

By

Published : Jun 8, 2021, 7:58 PM IST

  • ખાનગી સૂત્રોએ વિઠલાપુર પોલીસ સ્ટાફને આપી હતી માહિતી
  • સેવન બ્લુ થાઈ સ્પા સેન્ટરમાં ચાલી રહી હતી ગુનાહિત પ્રવૃત્તિઓ
  • બહારના રાજ્યમાંથી છોકરીઓ પાસે કરાવવામાં આવતી હતી અનૈતિક પ્રવૃત્તિઓ

અમદાવાદ: વિઠલાપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડા.પો.કો. જીગ્નેશકુમાર ગુણવંતભાઈને બાતમી મળી હતી કે, વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં શક્તિ આર્કેડમાં આવેલી સેવન બ્લુ થાઇ સ્પામાં ચાલતા કૂટણખાનામાં બહારના રાજ્યમાંથી છોકરીઓ મંગાવી તેઓને નાણાકીય પ્રલોભન આપી બોડી મસાજ સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિનો ધંધો ચલાવે છે. બાતમીની હકીકતના આધારે વિઠલાપુર ચોકડી ખાતે પોલીસ સ્ટાફના માણસો દ્વારા સ્થળ પર છાપો મારતા રેડ દરમિયાન સેવન બ્લુ થાઈ સ્પા સેન્ટરમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવતા આ છાપો મારી આરોપીની ધરપકડ કરી હતી.

વિઠલાપુર પોલીસે કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: વલસાડમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, સંચાલિકા સહિત 3 યુવતીઓ ઝડપાઇ

પકડાયેલા આરોપીઓ:

  1. મેનેજર ટ્રવકુમાર
  2. અશોકકુમાર રામદિપસિંહ યાદવ
  3. ચીટુકુમાર શ્રીભગવાન યાદવ

વોન્ટેડ આરોપી:

સંચાલક તુષાર. બી. પટેલ

આ પણ વાંચો: રાજકોટમાં લોકડાઉનમાં ધંધો ના ચાલતા, કુટણનખાનાનો ધંધો કર્યો શરૂ

પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા

આ કામગીરીમાં વિઠલાપુર પોલીસ ઇન્સપેક્ચર કે.એચ.પ્રિયદર્શી, પો.સ.ઇ આર.એમ.દેસાઈ, અ.હે.કો હેદુભાઈ ભીખાભાઈ, વ.લો.ર પાર્વતીબેન અમૃતલાલ, ડા.પો.કો. જીગ્નેશકુમાર ગુણવંતભાઈ, પો.કો ગૌરવકુમાર ખુશાલભાઈ, પો.કો વિષ્ણુભાઈ ગફુરભાઈ, અ.લો.ર સુરેશભાઈ જસુભાઇ તથા પો.કો ભીખાભાઈએ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સ્પાની આડમાં થતા હતા અનૈતિર કૃત્યો

ABOUT THE AUTHOR

...view details