ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: કરફ્યૂની કાર્યવાહીનો વીડિયો પોલીસની લૂંટના નામે સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદ: શહેરમાં કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન પોલીસે શાકભાજીની લારી બંધ કરાવવા લારીમાંથી વજન કાંટો લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં પોલીસની લૂંટના નામે વાયરલ થયો હતો.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Nov 24, 2020, 6:55 AM IST

Updated : Nov 24, 2020, 7:55 AM IST

  • અમદાવાદ પોલીસનો વીડિયો વાયરલ
  • પોલીસ લૂંટ ચલાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો
  • કરફ્યૂ દરમિયાન કરવામાં આવી હતી કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન પોલીસે શાકભાજીની લારી બંધ કરાવવા લારીમાંથી કાંટો લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં પોલીસની લૂંટના નામે વાયરલ થયો હતો.

સમગ્ર ઘટનાનું સત્ય શું છે?

આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, કરફ્યૂ દરમિયાન જાહેરમાં લોકોને ભેગા કરીને શાકભાજીની લારીવાળો શાક વેચી રહ્યો હતો. જે દરમિયાન પોલીસે ત્યાં પહોંચતા લારીવાળો લારી મૂકીને નાસી ગયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અગાઉ પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો

આ અગાઉ પણ આ પ્રકારનો વીડિયો લોકડાઉન દરમિયાન વાયરલ થયો હતો. જે બાદ કૃષ્ણનગરના PI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રકારનો વીડિયો સામે આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એ તો આગામી સમય જ બતાવશે.

Last Updated : Nov 24, 2020, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details