- રામોલમાં અસામાજિક તત્વોનો આતંક
- રાત્રી કરફ્યૂ દરમિયાન વાહનોમાં કરી તોડફોડ
- 8શખ્સોવિરુદ્ધ ગુનો નોધી તપાસ શરુ કરી
અમદાવાદ : શહેરમાં પોલીસ દ્વારા ચુસ્તપણે રાત્રી કરફ્યૂનું પાલન થઇ રહ્યું હોવાનો દાવો કરવામા આવે છે. ત્યારે આ રાત્રી કરફ્યૂ દરમિયાન જ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેમજ સામાન્ય જનજીવનને નુકસાન કરી રહ્યા હોય તેવા કેટલાંક કિસ્સા સામે આવ્યા છે.
ચાલીમાં વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો
શહેરના રામોલના રામરાજ્ય નગરમાં રહેતા નરેશ બડગુજરે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોધાવી છે કે, 8 ડિસેમ્બરની મોડી રાત્રે તેઓની ચાલીમાં બાઈક ઉપર આઠેક જેટલા શખ્સો આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ઘરની બહાર બૂમાબૂમ અને અવાજ સાંભળીને ફરિયાદીએ ઘરની બહાર આવીને જોયું તો આ સામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા. જેથી તેમને તેઓને ટોક્યા પણ હતા.