અમદાવાદઃબહેરામપુરામાં કિશોરી સાથે છેડછાડકરનાર સોહેલ ઉમરફારૂક ગફુરજીવાલાને (Special court ahmedabad )પોકસોના ખાસ જજ પ્રેરણા સી. ચૌહાણે ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
શું છે સમગ્ર મામલો? -આ કેસની વિગત એવી છે કે, ગત તા.28-1-2018ના રોજ બહેરામપુરામાં રહેતી કિશોરી ધાબા ઉપર દોઢ વર્ષના બાળકને રમાડતી હતી ત્યારે સોહેલ ઉમર ફારૂક ગફુરજીવાલાએ છેડતી( Ahmedabad teen molestation case )કરી હતી. આ સમયે કિશોરીએ બૂમાબૂમ કરતા સોહેલ નાસી ગયો હતો. આ બનાવ અંગે કિશોરીના પરિવારે ગાયકવાડ હવેલી પોલીસ(Gaikwad Haveli Police) મથકમાં ફરિયાદ કરી હતી.
આ પણ વાંચોઃસોનગઢના માલવણ ગામે માતાની હત્યામાં કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી
પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી -જે કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 10 સાક્ષી અને 60 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને (Special court ahmedabad )જણાવ્યું હતુ કે, આરોપીએ કિશોરી સાથે છેડતી કરી છે. સમગ્ર મામલે કોર્ટેનું અવલોકન છે કે, આરોપી સામે પોકસો એક્ટ મુજબ ગુનો પુરવાર આવા કિસ્સાને હળવાશથી લઈ શકાય નહીં. આરોપીની ઉંમર અને તમામ સંજોગો ધ્યાનમાં લઈને સજા કરવી એ બિલકુલ યોગ્ય છે. આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા સાક્ષી છે અને દસ્તાવેજી પુરાવા પણ છે. આવા ગુના સમાજમાં સતત વધી રહ્યાં છે. લોકોને ગુનાની સજા પણ જુરૂર મળે છે. તેવો દાખલો બેસાડવો જરૂરી છે.
આ પણ વાંચોઃRape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી