જાણો ઉનાળામાં કયા ફ્રૂટ જ્યુસ પીવા જોઈએ અમદાવાદ: રાજ્યમાં ઉનાળું સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. રાજકારણ તો ગરમીમાં વધારે ઉકળી રહ્યું છે. પરંતુ આ આકરા તાપમાં આપણા શરીરમાં પાણીની કમી ના આવે તે માટે અલગ-અલગ જ્યુસ પીવા જરૂરી બને છે. દરેક ફ્રૂટ જ્યુસ પીવાથી ઠંડક મળે એવું નથી હોતું. ઘણા એવા ફ્રૂટના જ્યુસથી ફાયદો થાય છે. જેના કારણે આ તાપથી બચી શકાય. તાપથી બચવા માટેના હેલ્થી ફળ અંગે જાણીએ. રાજ્યના અનેક શહેરોમાં 41 ડિગ્રી થી પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે બપોરના બહારથી સાંજના ચાર વાગ્યા સુધી રોડ પર સૂમસાન જોવા મળતો હોય છે. પરંતુ નોકરીયાત વર્ગ આવા તાપમાંથી બચવા માટે તેમજ ડ્રિ હાઈડ્રેશન શિકાર થી બચવા માટે અનેક સરબતના ઉપયોગ કરતા હોય છે.તો આવો જાણીએ કયા શરબત પીવા જોઈએ.
પોટીશિયમ પૂરું પાડનાર જ્યૂસ: નિસર્ગ હોસ્પિટલના નિષ્ણાંત રાજેશ ઠક્કર etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે નારંગી, મોસંબી, અનાનસ,ફલસા જેવા ફ્રુટ જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. આ દરેક જ્યુસ શરીરમાં પોટેશિયમ પૂરું પાડનાર જ્યુસ છે. ઉનાળામાં બહાર નીકળ્યા હોય અને જો ડ્રિ હાઇડ્રેશન થાય તો આ ફ્રૂટ જ્યુસ પીવાથી ડ્રિ હાઈડ્રેશન બચી શકાય છે. જેમાં આ તમામ ફ્રૂટમાં પાણીનો સાથે વિટામિન પણ હોય છે.આની સાથે સફરજન જ્યુસ પણ પીવા મળતા હોય તે પણ લઈ શકાય છે.જેમાં સૌથી શ્રેષ્ઠ તડબૂચ અને શક્કર ટેટી ઉપયોગ કરી શક્યા છે.
આ પણ વાંચો Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ
પેટમાં બળતરા: વધુમાં જણાવ્યું હતું કે, ગરમીના કારણે પેટમાં બળતરા થતી હોય અને તમે તળબૂચ ખાવો તો તરત જ રાહત મળે છે.આ ઉપરાંત જેને ખાટા ઓડકાર કે એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ શક્કર ટેટી ઉપયોગ કરી શકે છે. શક્કર ટેટી જો ના મળે તો મોસંબીનો ઉપયોગ કરી શકાય છે. ગરમીમાં રાહત મેળવવા માટે સિઝનમાં મળતા ફૂટ નો જ્યુસનો ઉપયોગ કરો ખૂબ જ જરૂરી હોય છે. જે શરીરના યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડે છે તેમજ ડ્રિ હાઈડ્રેશન થી બચાવી શકાય છે.
આ પણ વાંચો Ahmedabad Crime : જન્મદિવસ નિમિતે દારૂની મહેફિલ માણતા 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ
શરબત તરીકે ઉપયોગ: જો આ તમામ ફ્રુટ ઘરે ઉપલબ્ધ ન હોય અને અચાનક જ્યુસ કે શરબત બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો વરિયાળી સાકર અને કાળી દ્રાક્ષ ને એક માટીની કુલડીમાં પલાળી રાખવી. બે-ત્રણ કલાક પછી તેને ગણીને પણ તેનો શરબત તરીકે ઉપયોગ કરી શકાય છે. જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુની અંદર લીંબુ શરબત, શેરડી, રસ, સિકંજી જેવા શરબતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરને ખૂબ જ મોટા પ્રમાણમાં વિટામીન પૂરું પાડે છે.
ઉનાળુ ફ્રુટના ફાયદા: ઉનાળામાં મળતા ફ્રુટ વાત કરવામાં આવે તો તરબૂચ ખાવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે બ્લડપ્રેશરને પણ કંટ્રોલ રાખે છે. જ્યારે સંતરાની વાત કરવામાં આવે તો સંતરાથી પાચનતંત્ર સુધરે છે. સાંધાનો દુખાવો તેમજ સોજા માં રાહત આપે છે. જ્યારે અનાનસની વાત કરવામાં આવે તો અનાનસ હ્રદયના ધબકારા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન ક્રિયા મજબૂત બનાવે છે. જ્યારે શકરટેટી થી શરીરમાં પાણીની જરૂરિયાત દૂર કરે છે. આ ઉપરાંત વાળ ખરતા બંધ થાય છે. આ ઉપરાંત તરબૂચ અને 90 ટકા પાણીનું પ્રમાણ હોય છે. જે કિડની અને આંતરડાની સફાઈ કરે છે.