અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓના આવાગમનમાં ઉત્તરોત્તર ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટ માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે. સતત વધતી પ્રવાસીઓની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 10 મિલિયનથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો.
પ્રવાસીઓની પહેલી પસંદ : SVPI એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સતત સેવાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. ઉન્નત એર કનેક્ટિવિટી અને બહેતર સેવાઓ સાથે SVPI એરપોર્ટ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. તાજેતરમાં SVPI એરપોર્ટ ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યુરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા પ્રવાસીઓની ક્ષમતા અને સગવડમાં વધારો થયો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી પ્રવાસીઓને 1800 SQM કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે.
આ પણ વાંચો :Surat News : શા માટે સુરત એરપોર્ટ પર બે વાર બે ફ્લાઇટ રનવે પર આમને સામે જોવા મળી, જાણો કારણ...