ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023 : 72 પરિવારના ચહેરા પર પુનઃ સ્મિત રેલાવતી "સ્પેશિયલ-56" ટીમ - ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી

શહેરમાં 146મી જગન્નાથ રથયાત્રા યોજાઈ ગઈ. રથયાત્રાની ભીડમાંથી ખોવાતા બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે સ્પેશિયલ-56 ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુું.

Ahmedabad Rathyatra 2023 : ૭૨ પરિવારના ચહેરા પર પુનઃ સ્મિત રેલાવતી "સ્પેશિયલ-56" ટીમ
Ahmedabad Rathyatra 2023 : ૭૨ પરિવારના ચહેરા પર પુનઃ સ્મિત રેલાવતી "સ્પેશિયલ-56" ટીમ

By

Published : Jun 23, 2023, 6:22 PM IST

અમદાવાદ : તાજેતરમાં જ શહેરમાં 146 મી જગન્નાથ રથયાત્રા યોજાઈ ગઈ. મહિનાઓથી ચાલતી તૈયારીઓ બાદ ઉત્સાહથી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત પોલીસની ઉમદા કામગીરી અને સચોટ સુરક્ષાની વ્યવસ્થાને ખુદ મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાને વખાણી હતી. આ બધાની વચ્ચે CID ક્રાઇમની ખાસ ટીમે લોકોના ચહેરા પર ખુશી લાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.

"સ્પેશિયલ-56" : અહીં વાત થઈ રહી છે CID ક્રાઇમની ખાસ ટીમ "સ્પેશિયલ-56". અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી બાળકો, મહિલાઓ તેમજ વડીલો રથયાત્રાની ભારે ભીડમાં ગુમ થઈ જતા હોય છે. રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે સ્પેશિયલ-56 ટીમ બનાવવામાં આવી હતી. સ્પેશિયલ-૫૬ ટીમે આવા વિખૂટા પડી ગયેલા 72 લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી આ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવવાનું પ્રસંશનીય કામ કર્યું છે. તે બદલ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની સ્પેશિયલ-56 ટીમને અભિનંદન પાઠવ્યા છે.

મહિલા અને બાળ મિત્ર : ભગવાન જગન્નાથની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે CID ક્રાઇમના "મહિલા અને બાળમિત્ર" (FFWC - Friends for women & child)ના અમદાવાદ શહેરના સક્રિય 56 સભ્યોની ફાળવણી કરી "સ્પેશિયલ -56" ટીમ બનાવવામાં આવી હતી.

72 લોકોનું પુનઃ મિલન :રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 12 બાળકો, 9 મહિલાઓ, 7 વડીલો તેમજ 12 પુરુષો ગુમ થઈ ગયા હતા. તે ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી 18 બાળકો, 6 મહિલાઓ અને 8 પુરુષો ગુમ થયા હતા. આ તમામ 72 ગુમ થયેલા નાગરિકોમાં 30 બાળકો, 15 મહિલાઓ અને 7 વડીલો હતા. ઉપરાંત પાંચ વર્ષના એક મૂક બાળકનો પણ તેમાં સમાવેશ થતો હતો. પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ 72 લોકોને "સ્પેશ્યલ -56" ટીમે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. આ સરહાનીય કામગીરી બદલ ચારે તરફથી સમગ્ર ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

પરિવારની આંખમાં હર્ષના આંસુ

પરિવારની આંખમાં હર્ષના આંસુ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તો ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. ભગવાનના દર્શન કરી સૌની આંખોમાં ખુશીનાં આંસુ હતા. આ વચ્ચે ગુમ થયેલા બાળકોના પરિવાર માટે સ્પેશિયલ -56 ટીમ ખુદ ભગવાન સ્વરૂપે આવી બાળકોનુંં પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યુ હતું. કદાચ પોતાના કાન્હાને ભેટીને તે માઁએ ભગવાનને ભેટ્યાની ખુશી પ્રાપ્ત કરી હશે. આવો જોઈએ આ સુંદર તસ્વીરો...

મહિલા અને બાળ મિત્ર
  1. Ahmedabad Rathyatra 2023: 'ડાકોર વાલે આયે.....' ની ધૂન પર ઝૂમી ઉઠી ભજન મંડળી
  2. Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં મુસ્લિમ ભાઈઓએ કબૂતર ઉડાવીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો

ABOUT THE AUTHOR

...view details