ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસે 70થી વધુ ગાડીઓ સાથે યોજી ફ્લેગમાર્ચ

ભગવાન શ્રી જગન્નાથની 146મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેની તૈયારીઓ માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર વન નીરજકુમાર બડગુજર સહિત સેક્ટર વનના તમામ એસીપી અને પીઆઇ સહિત 70 જેટલી ગાડીઓના કાફલા સાથે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ahmedabad-rath-yatra-2023-before-the-rath-yatra-the-police-organized-a-flag-march-with-more-than-70-vehicles
ahmedabad-rath-yatra-2023-before-the-rath-yatra-the-police-organized-a-flag-march-with-more-than-70-vehicles

By

Published : Jun 4, 2023, 8:47 PM IST

પોલીસે 70થી વધુ ગાડીઓ સાથે યોજી ફ્લેગમાર્ચ

અમદાવાદ: જગન્નાથ મંદિરથી લઈને સરસપુર તેમજ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. મહત્વનું છે કે રથયાત્રાને પગલે રૂટ ઉપર કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ દ્વારા સતત મીટીંગ અને પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસની 70 જેટલી ગાડીઓના કાફલા સાથે પોલીસે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી હતી.

'રથયાત્રાના રૂટ પર 70થી વધુ ગાડીઓ સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે આ પ્રકારે પોલીસ દ્વારા સતત ફ્લેગમાર્ચ, ફુટ પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવશે.'-નિરજકુમાર બડગુજર, JCP, સેકટર 1

રથયાત્રાને લઈને પોલીસ સજ્જ: રવિવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રા યોજાઈ હતી જેમાં મંદિરના સંતો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભગવાન મામાના મોસાળમાં જતા રહ્યા છે. તેવામાં ભક્તોની મોટી સંખ્યા મંદિર અને સરસપુર મંદિરે જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને પગલે છેલ્લા દોઢ મહિનાથી મહોલ્લા મિટિંગ, શાંતિ સમિતિ મિટિંગ સહિતની કામગીરીની સાથે ગુનેગારો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. તેવામાં તંત્ર દ્વારા રૂટ પરની જર્જરિત ઈમારતો, રોડ અને ભયજનક મકાનોની સ્મારકામ પૂર્ણ કરી દેવાયું છે.

ચુસ્ત ચેકીંગ: રથયાત્રા સંબંધે પોલીસ દ્વારા બંધ 18 કેમેરાઓ રિપેર કરવામાં આવ્યા છે. તેમજ 157 કેમેરા રોડ ઉપર નવા લગાડવામાં આવ્યા છે. હાલ 1523 જેટલા સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ ઉપર કાર્યરત છે. સાથે જ 841 જેટલી મોબાઇલની દુકાનોને ચેક કરવામાં આવી છે અને 491 મોબાઈલ સીમકાર્ડની દુકાનો ચેક કરવામાં આવી જેમાં જાહેરનામા ભંગના ત્રણ કેસ કરવામાં આવ્યા છે. રથયાત્રા સંબંધે 440 ટુ-વ્હીલર વેચાણ ની દુકાનો ચેક કરવામાં આવી જેમાં જાહેરનામા ભંગના બે કેસ કરવામાં આવ્યા છે.

  1. Ratha Yatra 2023: રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, કોમ્યુનિટી પોલીસિંગની સાથે ટેકનોલોજીનો ઉપયોગ
  2. Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને તૈયારીનો દોર શરૂ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ
  3. Ahmedabad Rath Yatra 2023 : જગન્નાથજી રથયાત્રા પહેલાં રુટ ચેકિંગ, 312 ભયજનક મકાન માલિકને નોટિસ

ABOUT THE AUTHOR

...view details