ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પોલીસ આપી રહી છે મજૂરોને માસ્ક

કોરોના લોકડાઉનના સમયમાં અમદાવાદ પોલિસ ખૂબ જ ધીરજથી લોકોની મદદ કરી રહી છે અને ઘરબહાર ન નીકળવાની અપીલ કરી રહી છે. અમદાવાદ પોલિસ દ્વારા જરુરતમંદોને કોરોનાથી બચાવ માટે માસ્ક વિતરણ કરવા સાથે અપીલ કરવામાં આવી હતી કે મદદની જરુર હોય તો અમારો સંપર્ક કરો.

અમદાવાદ પોલીસ આપી રહી છે મજૂરોને માસ્ક
અમદાવાદ પોલીસ આપી રહી છે મજૂરોને માસ્ક

By

Published : Mar 30, 2020, 5:29 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ 21 દિવસ લોકડાઉનને લઈને શહેરમાં રોજગારી મેળવતા મજૂરો પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. ત્યારે આ મજૂરોને અંજલી ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા માસ્કનું વિતરણ, તેમ જ બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યાં હતાં.

અમદાવાદ પોલીસ આપી રહી છે મજૂરોને માસ્ક

પોલીસનું કહેવું છે કે, આ મહામારી ખૂબ જ ખતરનાક છે. તેથી શહેરીજનો ઘરમાં જ રહે. જો તેઓ કાયદાનું ઉલ્લંઘન કરશે પોલીસ તેમનું વાહન પણ જપ્ત કરી શકે છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ તેમની સેવામાં અહર્નિશ સાથે છે. તેથી કોઈ પણ મદદની જરૂર હોય તો નાગરિક સરકાર અને પોલીસનો સંપર્ક કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details