RTOની ડુપ્લીકેટ નંબર પ્લેટ સાથે 2 ઈસમની પોલીસે કરી ધરપકડ - ડુપ્લીકેટ નંબર પ્લેટ
અમદાવાદ: RTOમાં રજાના દિવસે પણ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું જ હતું, જે બાદ હવે RTOની ડુપ્લીકેટ નંબર પ્લેટ IF કોડ વગરની પણ ઝડપાઈ હતી.રામોલ પોલીસે નકલી નંબર પ્લેટ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રામોલ પોલીસે બાતમીના આધારે કિરણ ગલસર નામના ઇસમની ડુપ્લીકેટ RTOની IF વગરની 42 નંબરપ્લેટ સાથે આરોપીની ધરપકડ કરી હતી.જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ નંબર પ્લેટો પેન્ટર બી ગજ્જર નામની કાર એસેસરીઝ નામની દુકાનમાંથી ભીખાભાઈ શાંતિલાલ ગજજરના ત્યાં આપવા જતો હતો.આ બાબતે પેન્ટર બી ગજજરની નામની કાર એસેસરીઝ દુકાનમાં તપાસ કરતા વધુ 10 નંબર પ્લેટ મળી આવી હતી. જેની સાથે દુકાન માલિક ભીખાભાઈ ગજજરની ધરપકડ કરવામાં આવી હતી.આમ કુલ 18,750 ની કિમતના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો આ સાથે RTO ઇન્સ્પેકટર દ્વારા પણ નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.