અમદાવાદ:સેટેલાઈટ વિસ્તારમાં રહેતી રશ્મી (નામ બદલેલ છે) ધરકામ કરે છે. તેના પતિ સુશીલ (નામ બદલેલ છે) ને તે મેટ્રીમોનિયલ સાઈટ પર મળી હતી અને બન્ને વચ્ચે વાતચીત થતા સુશીલે પોતે કેનેડા સીટીઝન અને ડિવોર્સી હોવાનું જણાવ્યું હતું. જે બાદ બન્ને વચ્ચે વાતચીત થતા સુશીલે રશ્મી આગળ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો અને રશ્મીએ હા પાડતા 15 જાન્યુઆરી 2021ના રોજ અમદાવાદમાં લગ્ન થયા હતા.
"આ મામલે પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ખોટુ સોગંધનામું કરવા અને છેતરપીંડી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે"-- કે. વાય વ્યાસ (સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ)
છૂટાછેડાની ધમકી: સુશીલે લગ્ન બાદ પોતે કેનેડા જઈને રશ્મીના વિઝા મુકી દેવાનું જણાવ્યું હતું, અને તેને પણ કેનેડા બોલાવી લેવાનું કહ્યું હતું. લગ્નના એક અઠવાડિયા બાદ સુશીલ કેનેડા જતો રહેતા રશ્મીના વિઝીટર વિઝા મુક્યા હતા, જે કેન્સલ થયા હતા. જોકે તેણે સ્પાઉસના વિઝા મુક્યા ન હતા. લગ્ન બાદ પતિ અને સાસરી પક્ષ દ્વારા અવારનવાર દહેજ માટે શારિરીક અને માનસિક હેરાન કરતા તેમજ છૂટાછેડાની ધમકી આપતા હોય વર્ષ 2022 માં રશ્મીએ ઘરેલુ હિંસા અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જે કેસ હાલમાં પણ કોર્ટમાં ચાલુ છે.
દાખલ કરી તપાસ: 26 એપ્રિલ 2023 ના રોજ રશ્મી સાસરીમાં હતી. તે સમયે કેનેડા ખાતેનું કુરિયર મળ્યું હતું, જેમાં કેનેડા ખાતેની કોર્ટ ઓફ કિંગ્સ બે સાસકાટુનનું જજમેન્ટ હતું. જે જજમેન્ટમાં રશ્મી તેમજ પતિ સુશીલના 3 એપ્રિલ 2023 ના રોજ ડિવોર્સ થઈ ગયા છે તેવુ લખાણ લખ્યું હતું. જે બાદ રશ્મીએ કેનેડાની કોર્ટનો સંપર્ક કરતા આ કેસમાં ડિવોર્સ થઈ ગયા છે તેવી જાણ થઈ હતી.
ખોટુ સોગંધનામુ:જે બાબતે વધુ વિગત માંગતા અધિકારીએ જણાવ્યું હતું કે તેના પતિ સુશિલે ડિવોર્સ માટે પીટીશન દાખલ કરી હતી અને સસરાએ એફિડેવીટ કરાવ્યું હતું કે રશ્મીને આ ફેમીલી કોર્ટમાં ડિવોર્સ પીટીશન દાખલ થયાની નોટીસ મળી ગઈ છે. જોકે ખરેખર રશ્મીને આવી કોઈ નોટીસ મળી ન હતી. જેથી રશ્મીને જાણ થઈ હતી. તેના સસરા દ્વારા ખોટી એફીડેવીટ બનાવડાવી ખોટુ સોગંધનામુ બનાવડાવી તેના આધારે પતિ સાથે છૂટાછેડા લેવડાવવામા આવ્યા છે. અંતે આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રશ્મીએ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
- Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...
- Iscon Bridge Accident: તથ્ય પટેલ 14 દિવસના જેલ હવાલે, જેગુઆરની સ્પીડ 140થી વધુ હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું