ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું, કેટલી જમીન ખુલ્લી થઇ જૂઓ - એએમસી પગલાં

અમદાવાદ પશ્ચિમમાં થલતેજ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું છે. આ ગેરકાયદે બાંધકામો આશરે 30 વર્ષ જૂનાં હોવાનું જણાવાયું હતું. સરકારી જમીન પરના દબાણો દૂર કરીને આશરે 1700 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

Ahmedabad News :  સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું, કેટલી જમીન ખુલ્લી થઇ જૂઓ
Ahmedabad News : સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું, કેટલી જમીન ખુલ્લી થઇ જૂઓ

By

Published : May 8, 2023, 8:09 PM IST

30 વર્ષ જૂનાં હટાવાયાં

અમદાવાદ : અમદાવાદ થલતેજ વિસ્તારમાં સરકારી જમીન પર 30 વર્ષ પહેલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામોમાં મકાનો તેમજ દુકાનો પણ હતાં. સરકારી જમીન પર થયેલાં વર્ષો જૂનાં આ તમામ દબાણોને આજ સરકાર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને તોડી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસ,પ્રાંત અધિકારી, મામલતદાર, AMC ટીમ હાજર રહી કામગીરી સંપન્ન કરાવવામાં આવી હતી. ખુલ્લી કરાવાયેલી જમીનની કિંંમત 45 કરોડથી વધુ હોવાનું જણાવાયું હતું.

દાદાનું બૂલડોઝર ફરી વળ્યું :રાજ્યમાં અનેક જગ્યા પર લોકો દ્વારા ગેરકાયદે જમીન પર પોતાનો હક જમાવવા માટે સરકારી જમીન પર વધુ પ્રમાણમાં બાંધકામ કરવામાં આવતું હોય છે. નાના પાયે શરુ કરીને ધીમે ધીમે આ ગેરકાયદે જમીન પરનો કબજો વધારવામાં આવતો હૉય છે. આવા સરકારી જમીનો પચાવી પાડતાં લોકો સામેં સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ પહેલા પણ સરકાર રાજ્યમાં અનેક જગ્યા પર સરકારી જમીન ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારે વધુ એકવાર થલતેજમાં સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું હતું.

આ પણ વાંચો

  1. High Court: 'ગેરકાયદે બાંધકામની ફરિયાદ પહેલા હાઉસિંગ બોર્ડ અને AMCને કરો' કહી HCએ અરજી ફગાવી
  2. Harshad Mega Demolition Drive : હર્ષદ મેગા ડિમોલિશનમાં 250 બાંધકામ તોડાયાં, 4 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
  3. Ahmedabad Corporation: ગેરકાયદેસર બાંધકામ પર AMCએ કરી આંખ લાલ, તૂટી જશે સિમેન્ટના માચડાઓ

પહેલાં નોટિસો પાઠવાઇ હતી : થલતેજ મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલા આ કોમર્શિયલ તથા રેસીડેન્સી મકાનોમાં રહેતા લોકોને આ પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી. પ્રાંત અધિકારી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે આ સરકારી જમીન પર ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મકાન બાંધીને દબાણ કરવામાં આવ્યા હતા.તેઓને કલમ 61 અને 202ની નોટીસ પાઠવવામાં આવી હતી. આશરે 100 જેટલા પોલીસ, રેવન્યુ સ્ટાફ હાજર રહી 1500થી 1700 સ્કવેર મીટર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ તમામ બાંધકામ 30 વર્ષની આસપાસનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખુલ્લી કરાવાયેલી સરકારી જમીનની કિંંમત આશરે 45થી 50 કરોડ થવા પામી છે.

પુરાવા માગવામાં આવ્યાં હતાં : પોતાના મકાન હોવાના દાવા કરતા સરકારે તેમની પાસે પોતાના મકાનો હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા. પરંતુ તેમની પાસે કોઈપણ પ્રકારના પુરાવા જોવા મળી આવ્યા ન હતા. જેના કારણે કલમ 202 અને 61ની નોટિસ પાઠવીને 15 દિવસમાં મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ મકાન ખાલી કરવામાં ન આવ્યું. બે દિવસ પહેલા જ તેમને ફરી એકવાર મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી અને અંતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત દ્વારા અંદાજિત 10 જેટલા મકાન અને કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી છે.

1700 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાઇ :અનેક જગ્યા પર બાંધકામ તોડી પડવામાં આવ્યાં સરકાર દ્વારા અનેક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરીને પોતાનો હક જમાવનાર લોકો સામે લાલ આંખ કરતી પણ જોવા મળી આવી છે. આ પહેલાં પણ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર 1500 થી 1700 સ્ક્વેર મીટરમાં અંદાજિત 30 વર્ષ જુના મકાન મકાન પર આજે સરકારી બૂલડોઝર ફરી વળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details