ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં વાઈરલ કન્જક્ટિવાઇટિસ કેસમાં 300 ટકા વધારો, શું રાખશો સાવધાની જાણો ડોક્ટર પાસેથી - આંખની સમસ્યા

અમદાવાદમાં આંખની સમસ્યાના - કન્જક્ટિવાઇટિસના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરમાં દૈનિક 50થી 60 કેસ સામે આવી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે આ રોગનો ચેપ ફેલાય નહીં તે માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે. આ રોગ વધવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ છે.

Ahmedabad News : અમદાવાદમાં વાઈરલ કન્જક્ટિવાઇટિસ કેસમાં 300 ટકા વધારો, શું રાખશો સાવધાની જાણો ડોક્ટર પાસેથી
Ahmedabad News : અમદાવાદમાં વાઈરલ કન્જક્ટિવાઇટિસ કેસમાં 300 ટકા વધારો, શું રાખશો સાવધાની જાણો ડોક્ટર પાસેથી

By

Published : Jul 17, 2023, 9:37 PM IST

રોગ વધવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ

અમદાવાદ : રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એક બાજુ ભારે બફારો ત્યારે બીજી બાજુ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે રોગચાળો ફેલાવવાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદ શહેરમાં પણ આંખની સમસ્યાના કેસોમાં કન્જક્ટિવાઇટિસના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 10 દિવસથી આંખની સમસ્યા કેસમાં અંદાજે 300 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

શહેરમાં ભેજવાળું વાતાવરણ હોવાને કારણે આંખની સમસ્યાના કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આના લીધે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. ભેજવાળું વાતાવરણ હોવાને કારણે ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. જેના કારણે આંખનું ઇન્ફેક્શન ફેલાવાના કેસો ખૂબ જ સામે આવી રહ્યા છે...ડૉ. દિપાલીબેન પુરોહિત (નગરી હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ)

300 ટકા વધારો :નગરી હોસ્પિટલમાં પહેલા જે દિવસના એક બે કેસ આવતા હતાં તેની જગ્યાએ હાલમાં રોજના 40 જેટલા કેસ સામે આવી રહ્યા છે. જેમાં કહી શકાય કે નિરંતર પહેલા કરતા અત્યારે 300 ટકા જેટલા કેસમાં વધારો થયો છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તે લોકોને આંખમાં ઇન્ફેક્શન આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી જેવા કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ઇન્ફેક્શન સાથે દસ દિવસ સુધી રહેતું હોય છે. ત્યાં દસ દિવસ સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

રોગથી બચવા સાવધાની

કઇ કઈ બાબતો ધ્યાનમાં રાખવી : આવા ઇન્ફેક્શન ખૂબ જ ચેપી હોય છે. જેના કારણે પોતાની તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પરિવારના અન્ય સભ્યોથી અલગ રાખવી. જેથી કરીને પરિવારના અન્ય સભ્યોને પણચેપ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત દરવાજા કે બારીના હેન્ડલને પણ વારંવાર સાફ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, આંખના ટીપા નાખ્યા બાદ પણ સાબુથી હાથ ધોઈ લેવા. જેથી કરીને અન્ય લોકોને પણ ઇન્ફેક્શન ન ફેલાય તેને ખાસ ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને જો આંખ વધારે પડતી લાલ દેખાય તો ડોક્ટરને બતાવીને જ તેની સારવાર કરવી જોઈએ.

  1. Surat News : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધું જોવા મળ્યું
  2. Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ
  3. Ahmedabad News : દર્દીના પિત્તાશયમાંથી 630 પથરીઓ બહાર કઢાઇ, ખર્ચ માટે આયુષ્યમાન ભારત સ્કીમનો ઉપયોગ થયો

ABOUT THE AUTHOR

...view details