અમદાવાદઃ સામાજિક આગેવાન પ્રવીણભાઈ વાઘેલાએ કોરોનાની મહામારીને લીધે ઉભી થયેલી પરીસ્થિતિને કારણે ગરીબ, દલિત અને અન્ય સમાજના લોકો માટે 30 દિવસથી બાવળામાં ગામના આગેવાનોની સહાયતાથી ભોજન બનાવીને વહેંચણીનું કાર્ય કરી રહ્યા છે. આ માનવીય સંવેદનાસભર કાર્યને સતત સાંસદનું માર્ગદર્શન મળેલું છે.
અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ બાવળામાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લીધી
અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા 30 દિવસથી જરુરિયાતમંદ લોકો માટે સેવાકીય ભોજન યજ્ઞ અવિરત ચાલુ છે. અમદાવાદ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ પ્રવીણભાઈ વાઘેલાના આ સેવાકીય યજ્ઞની મુલાકાત લીધી હતી.
અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ બાવળામાં ચાલી રહેલી સેવીકીય પ્રવૃતીના મુલાકાત લીધી
સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ બાવળા જઈને રસોડાની મુલાકાત લીધી હતી અને ભોજન બનાવવામાં સહાયતા કરી હતી. ગ્રામજનોને જમવામાં દાળ, ભાત અને લાડુનુ ભોજન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનો , વિધવા બહેનો, જરૂરિયાતમંદ લોકો અને શ્રમિક પરિવારોને કરીયાણાની રાશન કીટ, અને શાકભાજીનું વિતરણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. બાવળા ગામમાં આ સેવાનો ભેખ ધારણ કરનાર પ્રવીણભાઈ વાઘેલા અને તેમની તમામ ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.