ગુજરાત

gujarat

ETV Bharat / state

Kiran Patel Case: અમદાવાદ મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલે કરેલી જામીન અરજી ફગાવી

મહાઠગ કિરણ પટેલના કાયમી જામીન અરજી અમદાવાદ મેટ્રો કોર્ટે ફગાવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કિરણ પટેલની 3 અલગ અલગ કેસમાં ધરપકડ કરી છે. જેમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ કિરણ પટેલે ત્રણેય કેસમાં જામીન મેળવવા અરજી કરી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 7, 2023, 8:53 PM IST

અમદાવાદ: મહાઠગ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. મહાકૌભાંડી કિરણ પટેલના કાયમી જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. મેટ્રો કોર્ટનું અવલોકન હતું કે આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે અને અનેક ગુનાઓમાં કિરણ પટેલ આરોપી છે. આ ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને જામીન આપી શકાય નહીં.

જામીન પર છુટી ગુના કરે તેવી શક્યતાઓ:કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ક્રાઇમ બ્રાન્ચ વતી સરકારી વકીલે કિરણ પટેલને જામીન ન આપવા કોર્ટમાં રજુઆત કરી હતી. તેમને જણાવ્યું હતું કે આરોપી કિરણ પટેલ જામીન પર છુટતા વધુ ગુના કરે તેવી શક્યતાઓ છે. બચવાપક્ષના વકીલ નિસાર વૈધે ક્રાઇમ બ્રાન્ચે તપાસ ખોટી કરી હોવાની રજુઆત કરી હતી. ચાર્જશીટમાં યોગ્ય કોઈ પુરાવા ન હોવાના લીધે જામીન આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

ત્રણ કેસમાં ચાર્જશીટ દાખલ: કિરણ પટેલ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં જે ત્રણ કેસ ચાલી રહ્યા છે તેમાં ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ત્રણ અલગ અલગ કેસમાં કિરણ પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ કિરણ પટેલ દ્વારા મેટ્રો કોર્ટમાં આ ત્રણેય કેસમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આગામી દિવસમાં કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે કિરણ પટેલને ચાર્જફ્રેમ માટે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લાવી શકે છે.

ક્યાં છે ત્રણ કેસ: અમદાવાદના એક બિલ્ડર સાથે નારોલની 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જે મુદ્દે કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા મેળવી લઈને દસ્તાવેજ કર્યો નહોતો. જેને લઈને ઘટનાના 7 વર્ષ બાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત કિરણ પટેલ દ્વારા એક સાંસદના ભાઈ જગદિશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના કેસમાં તેમજ અમદાવાદની હયાત હોટેલમાં G-20 ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસ સહિત આ અલગ અલગ ત્રણેય કેસ ચાલી રહ્યા છે. આ ત્રણેય કેસમાં કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

  1. Kiran Patel Case : ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ સામે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, કિરણ પટેલે દાખલ કરી જામીન અરજી, જાણો સમગ્ર કેસની માહિતી
  2. Kiran patel case: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના શરતી જામીન મંજુર

ABOUT THE AUTHOR

...view details