- માંડલ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશાવર્કર્સનો તાલીમ વર્ગ યોજાયો
- માંડલના તાલુકા આરોગ્ય અધિકારી દિપકભાઈ પટેલ દ્વારા વર્ગનું આયોજન કરાયું
- BRC કચેરી હોલમાં આશાવર્કર્સ માટે તાલીમ વર્ગ યોજાયા
અમદાવાદ : માંડલ તાલુકા પંચાયતના BRC કચેરી હોલમાં આશાવર્કરોની પાંચ દિવસનો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં આશાવર્કર્સ બહેનોને માતૃ બાળ કલ્યાણ ફેમિલી પ્લાનિંગ અને રોગચાળો વગેરે અંગે સમજ આપવામાં આવી હતી. આ તાલીમથી લોકોમાં જાગૃતિ આવે તેવા આશ્રયથી આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે પબ્લિક હેલ્થ નર્સ નયનાબેન ઉપસ્થિત રહી આશાવર્કર્સ બહેનોને સમજ આપી BRC હોલમાં આશાવર્કર્સના પાંચ દિવસીયનો તાલીમ વર્ગનું આયોજન
માંડલ ગામે તાલુકા પંચાયતના BRC હોલમાં આશાવર્કર્સના પાંચ દિવસીયનો તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડલ તાલુકા આરોગ્ય અધિકારી દિપક પટેલ દ્વારા આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે પબ્લિક હેલ્થ નર્સ નયનાબેન ઉપસ્થિત રહી આશાવર્કર્સ બહેનોને સમજ આપી
નયનાબેન ઉપસ્થિત રહી આશાવર્કર્સ બહેનોને માતૃ બાળ કલ્યાણ ફેમિલી પ્લાનિંગ રોગચાળો વિગેરે સમજ આપી હતી આ તાલીમથી લોકોમાં જાગૃતિ આવે તેવા આશ્રય થી આ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં તાલુકામાંથી આશાવર્કર્સ બહેનો ઉપસ્થિત રહી હતી.