અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં ચાલતી શામાળજી થાવરની પોળ યુવક મંડળ નામની સેવાકીય ટ્રસ્ટ દ્વારા ગરીબ તથા જરૂરિયાત મંદ લોકોને સેવા પૂરી પાડી રહી છે, જેને ધ્યાને રાખીને ધોરણ 2માં ભણતી પ્રાચી પ્રજાપતિએ આ સંસ્થાનો સંપર્ક કર્યો અને તેના પૈસા ગરીબોને ગરીબ લોકોને આપવામાં આવતા ભોજનમાં વપરાય તે માટે સંસ્થાને અર્પણ કરી છે.
અમદાવાદમાં ધો.2માં ભણતી બાળકીએ એક વર્ષમાં ભેગી કરેલી રકમ લોકસેવા માટે આપી
વિશ્વભરમાં કોરોનાની મહામારી યથાવત જોવા મળી રહી છે અને ભારતમાં લોકડાઉનની પરિસ્થતિનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી ધોરણ-2માં ભણતી પ્રાચી પ્રજાપતિ નામની બાળકીનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરિસ્થતિ ખૂબ જ કપરી જોવા મળી રહી છે. એવામાં અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી અને મધ્યમ વર્ગના પરિવારમાં રહેતી પ્રાચી પ્રજાપતિ નામની બાળકીએ તેના એક વર્ષમાં ભેગા કરેલા 10, 20 રૂપિયા એમ ભેગા કરેલા પૈસાને દેશના ગરીબોને ભોજન મળી રહે તે હેતુથી સામાજિક સંસ્થાને દાનમાં આપ્યા છે. બાળકી તેની એક વર્ષની મનીબેંક બેંકમાં ભેગા કરેલા પૈસા સામાજિક સંસ્થાને આપ્યા છે.
અમદાવાદમાં ધોરણ બે માં ભણતી બાળકીએ પોતાના એક વર્ષના ભેગા કરેલા રૂપિયા લોકોની મદદ માટે આપ્યા
આ બાળકી એક એવો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે કે, સેવા માત્ર પૈસા હોય તો જ ના થઈ શકે, સેવા કરવા માટે મનુષ્યમાં માનવતા હોવી ખૂબ જ જરૂરી હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આ ધોરણ-2માં ભણતી પ્રાચી પ્રજાપતિ છે.