ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં RTE અંતર્ગત 99,000થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ

અમદાવાદઃ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત અંદાજે 99,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આપેલી મુદતમાં વધારો કર્યા પછી વધારેલી મુદત પણ પૂર્ણ થઇ છે. અંદાજે 87,000 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કર્યા છે. હવે ખાલી પડેલી અને અગાઉ ખાલી રહેલી બેઠકો માટે લઘુમતિ શાળાઓ અંગેનો આખરી ચુકાદો આવ્યા બાદ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.

રાજ્યમાં RTE અંતર્ગત 99,000થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ

By

Published : May 18, 2019, 4:55 PM IST

રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે બેઠકો અંદાજે 1 લાખ 18 હજાર બેઠકો માટે RTE અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 99,000 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, તેમને અગાઉ તા.13મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના અપાઇ હતી. પરંતુ નિર્ધારીત સંખ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ ન થતાં બે દિવસની મુદત વધારીને તા.15મી કરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે, મુદ્દત વધાર્યા પછી પણ અંદાજે 87,000 વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. જેના કારણે અંદાજે 13 હજારથી વધારે બેઠકો ફાળવ્યા છતાં ખાલી પડી હતી. આ ઉપરાંત, અગાઉ અંદાજે 19,000 બેઠકો ખાલી પડી હતી. આમ, કુલ મળીને અંદાજે 30,000 બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે લઘુમતિ સ્કૂલો અંગે RTEનો ચુકાદો આવ્યા બાદ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  • કુલ 1.18 લાખ બેઠક પૈકી99,000વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાતાં 19,000 બેઠક ખાલી પડી હતી
  • જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો તે પૈકી 13,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેતાં બેઠક ખાલી પડી
  • ખાલી બેઠકો માટે લઘુમતિ શાળાઓ અંગેનો ચુકાદો આવ્યા બાદ કાર્યવાહી કરાશે

ABOUT THE AUTHOR

...view details