ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરતમિલ આગઃ 10 મહિનામાં 7મી વાર આગ લાગી, ભીનું સંકેલવા નોટીસ આપી સંતોષ મનાશે?

કાલુપુર બ્રિજ પાસે અમદુપુરામાં ભરતમિલ કમ્પાઉન્ડમાં આવેલ રૂના કારખાનામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી અને ફાયર વિભાગની 12 ગાડીઓ આગ બૂઝાવવા પહોંચી ગઈ હતી. ચોંકાવે એવી વાત એ છે કે, આ જ જગ્યા પર અગાઉ 6 વખત આગ લાગી ચુકી છે અને આજે 7મી વાર આગ લાગી હતી.

ભરત મિલ આગઃ 10 મહિનામાં 7મી વાર આગ લાગી, ભીનું સંકેલવા નોટિસ આપી સંતોષ મનાશે?
ભરત મિલ આગઃ 10 મહિનામાં 7મી વાર આગ લાગી, ભીનું સંકેલવા નોટિસ આપી સંતોષ મનાશે?

By

Published : Mar 13, 2020, 5:18 PM IST

અમદાવાદ: શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલા અમદુપુરામાં આવેલ ભરતમિલ કમ્પાઉન્ડમાં આવેલ રૂના કારખાનામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી અને ફાયરવિભાગને જાણ થતાં 12 જેટલી ગાડી આગ બૂઝાવવા ઘટનાસ્થળે પહોચી હતી. આ જ જગ્યા પર અગાઉ 6 વખત આગ આગ લાગી ચુકી છે અને આજે 7મી વાર આગ લાગી હતી. એમાં પણ એક સપ્તાહમાં જ આ ત્રીજીવાર આગ લાગી છે.

ભરત મિલ આગઃ 10 મહિનામાં 7મી વાર આગ લાગી

શહેરના અમદુપુરા પાસે આવેલ ભરત મિલ કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રૂનું કારખાનું હોવાથી આગ વધુ પ્રસરી હતી. આગ લાગતાં ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવવાનું શરુ કર્યું હતું. ગરમી અને આગ કારણે કારખાનાનો સ્લેબ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી તે રાહતની વાત હતી.

ફાયરવિભાગના ચીફ ઓફિસર એમ.એફ.દસ્તૂરના જણાવ્યાં મુજબ છેલ્લાં 10 મહિનામાં 7મી વાર આગ લાગી છે અને ફાયર સેફ્ટીના સાધનો તથા NOC પણ નથી ત્યારે હવે પાછળથી જાગેલ ફાયર વિભાગ દ્વારા હવે માલિકને નોટિસ આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ગરમી શરુ થઇ રહી છે અને હવે આગ બનાવો પણ વધશે ત્યારે ફાયર વિભાગ દ્વારા આ રીતે ધીમી ગતિએ જ કાર્યવાહી કરવામાં આવશે તો આગના બનાવો હજુ પણ વધે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details