અમદાવાદ: કૃષિ બિલ બાબતે ભાજપ દ્વારા સાચી માહિતી ખેડૂતોને પહોંચાડવાના અભિયાન અંતર્ગત સાણંદ તેમજ વિરમગામ તાલુકાના અલગ અલગ ગામોમાં નવદીપસિંહ ડોડીયાએ ખાટલા બેઠકનું આયોજન કર્યુ હતું.
સાણંદ તાલુકામાં અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપ સિંહ ડોડીયા દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરાયું
કૃષિ બિલ અંગે ખેડૂતોને સાચી માહિતી આપવાના હેતુસર અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપ સિંહ ડોડીયા દ્વારા સાણંદ તાલુકાના લેખંબા, રણમલગઢ, ગોરજ, ગોકુળપુરા, કુવર ગામમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાણંદ તાલુકામાં અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપ સિંહ ડોડીયા દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં તેમણે ખેડૂતોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, જ્યારથી ભાજપની સરકાર આવી છે. ત્યારથી ખેડૂતલક્ષી નિર્ણયો કર્યા છે. રાજ્યના 9000 ગામડાને નર્મદાનું પીવાનું પાણી ભાજપ સરકારે પૂરું પાડ્યું, 1.5 લાખથી વધારે ચેક ડેમો હજારો તળાવો ઊંડા કરવાનું તથા બોરીબંધ જેવા જળ સંચયના કામો કર્યા અને કોંગ્રેસ ગામડાઓમાં જુઠાણું ફેલાવે છે. આ ઉપરાંત કોંગ્રેસના સમયમાં જે ટેકાના ભાવ હતા તેનાથી 50 ટકાથી માંડીને 100 ટકા વધારે ટેકાના ભાવો ભાજપ સરકારે જાહેર કર્યા છે.