અમદાવાદઃ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી જિલ્લા મેલેરીયા અધિકારી અને એમની ટીમ દ્વારા રવિવારે સવારથી જ જિલ્લાના ગામડાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી ચાલુ કરાઈ હતી. જેતલપુર એ.પી.એમ.સી.ને સવારે સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. નાના રૂમ અને અંદરની બાજુએ મશીનોથી જ્યારે બહારની બાજુએ મોટા મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
કોરોના મહામારીમાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા તમામ આવશ્યક પગલાં લેવાયા - Ahmedabad district village
કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નોવલ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ શહેરમાંથી ગામડાઓ તરફ આવન-જાવનને પ્રતિબંધિત કે નિયંત્રિત કરાઈ છે.
જિલ્લાના ગામડાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી ચાલુ કરાઈ
આ સાથે રીંગ રોડ ઉપર રવિવારે 8 ચેકપોસ્ટ બનાવેલા છે, જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલ ગનથી શરીરના તાપમાનની ચકાસણી પછી વ્યક્તિને જવા દેવામાં આવે છે.
જો વધું ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. આ તમામ ચેકપોસ્ટને પણ સેનીટાઇઝ કરવામાં આવી છે.