ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિ હત્યા કરી આરોપી મૃતદેહ ફંફોળવા કામે લાગ્યો, આ રીતે પોલીસે પકડ્યો - ચાંદખેડામાં કૌટુંબિક વ્યક્તિએ હત્યા કરી

અમદાવાદના ચાંદખેડામાં કૌટુંબિક વ્યક્તિએ નજીવી બાબતે યુવકની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ લેતા હત્યારાનો CCTV કેમેરામાં પર્દાફાશ થઈ ગઈ હતો. જેના કારણે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ આ કેસમાં આરોપીની આકરી ઢબે પૂછપરછ કરી રહી છે.

Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિએ હત્યા કરી આરોપી મૃતદેહ શોધવા કામે લાગ્યો, CCTV કેમેરાએ કર્યો પર્દાફાશ
Ahmedabad Crime : કૌટુંબિક વ્યક્તિએ હત્યા કરી આરોપી મૃતદેહ શોધવા કામે લાગ્યો, CCTV કેમેરાએ કર્યો પર્દાફાશ

By

Published : Feb 15, 2023, 9:05 AM IST

અમદાવાદના ચાંદખેડામાં કૌટુંબિક વ્યક્તિએ કરી યુવકની હત્યા

અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં હત્યા કર્યા બાદ હત્યારાએ પોતે મૃતકના પરિવારજનો સાથે ફરીને પોતે અને મૃતક મળ્યા જ ન હોય તે પ્રકારની કેફિયત વર્ણવી હતી. જોકે CCTV કેમેરાએ આરોપીની પોલ ખોલી દેતા આ સમગ્ર મામલે પોલીસે યુવકના હત્યારાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :Bhavnagar Crime: વરલ ગામે માસૂમની કાકાને બચાવવા જતા હત્યા, છ શખ્સો ઝડપાયા

શું હતો સમગ્ર મામલો : અમદાવાદના ચાંદખેડામાં રહેતા ભરતસિંહ પવારે પોલીસ મથકે હત્યા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. જેમાં 23મી જાન્યુઆરી 2023ના રોજ ફરિયાદી અને તેઓની પત્ની રાજસ્થાન ખાતે સંબંધીના લગ્નમાં ગયા હતા. 29મી જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે તેઓએ તેઓના દીકરા દિપસિંહ ઉર્ફે સાહિલ પવારને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેઓએ કુટુંબીજનોને પૂછતાં જાણ થઈ હતી કે, દીપસિંહ ઉર્ફે સાહિલ બપોરના બે વાગ્યાની આસપાસ નોકરી પર ગયો હતો. ત્યારબાદ 6 વાગે ઘરે આવીને ચા નાસ્તો કરીને દિવાબત્તી કરીને તેના મિત્રો સાથે બહાર જઈને આવું છું. એવું કહીને પોતાનું મોટરસાયકલ લઈને ગયો હતો.

ચાંદખેડામાં કૌટુંબિક વ્યક્તિએ કરી યુવકની હત્યા

ખાલી મોટરસાઈકલ મળી આવ્યું : બીજા દિવસે ફરિયાદી અમદાવાદ પરત ફર્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓનો દીકરો દિપસિંહ ઉર્ફે સાહિલ જે મોટરસાયકલ લઈને ગયો હતો. તે મોટરસાયકલ તેઓના નાના ભાઈ લખનસિંહ પવારને સવારના સમયે ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલ એક બેંકની બાજુમાં મળી આવ્યું હતું. જે બાદ પરિવારના સભ્યોએ તે દિવસે સાહિલની તપાસ કરીએ છતાં પણ તે ન મળી આવતા 31મી જાન્યુઆરીના રોજ અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દીપસિંહની ગુમ થવાની જાણવા જોગ દાખલ કરાવી હતી.

નાસ્તો કરીને છૂટા પડ્યા : જે બાદ ફરિયાદીને જાણ થઈ હતી કે દીપસિંહ 29મી જાન્યુઆરીએ તેના મિત્રોને મનદિપસિંહ, વિપુલ ચાવડા અને ફરિયાદીના કૌટુંબિક માસા મુકેશસિંહ રાજપૂત સાથે મળીને રાત્રિના સમયે રોયલ કાફેમાં ગયો હતો. તમામ મિત્રો નાસ્તો કરીને છૂટા પડ્યા હતા. જેથી ફરિયાદીએ મુકેશસિંહ રાજપુતને દીપસિંહ વિશે પૂછતાં તેણે પોતાની દીપસિંહ સાથે 26મી જાન્યુઆરીએ છેલ્લીવાર વાત થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ હત્યારો મુકેશસિંહ રાજપૂત પોતે ફરિયાદી સાથે મૃતકને શોધવાના કામે લાગી ગયો હતો. તેઓની સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન પણ સાથે જાણવાજોગ દાખલ કરાવવા ગયો હતો.

હત્યાનો ભેદ ઉકેલાયો : જે બાદ પોલીસે ઘટનાને લઈને છેલ્લે દીપસિંહ જ્યાં મિત્રો સાથે ગયો હતો, ત્યાં આસપાસના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 29મી જાન્યુઆરીએ રાત્રિના સમયે ન્યુ સીજી રોડ ઉપર મુકેશસિંહ રાજપુત દિપસિંહ ઉર્ફે સાહિલને પોતાની એકટીવા પાછળ બેસાડીને ચાંદખેડાથી ઝુંડાલ સર્કલ થઈ ખોરજ ગામ નર્મદા કેનાલ તરફ જતા જોવા મળ્યો હતો. ત્યાંથી રાત્રિના સમયે મુકેશસિંહ રાજપૂત એકલો પોતાની એકટીવા ઉપર અડાલજ અને ખોરજ ગામને જોડતા નર્મદા કેનાલ બ્રિજના છેડેથી ઝુડાલ તરફ આવતા નજરે પડ્યા હતા. ફરિયાદીને શંકા જતા આ મામલે મુકેશસિંહ રાજપુતને પૂછતાં તેણે યોગ્ય જવાબ ન આપતા અંતે પોલીસને જાણ થતા ચાંદખેડા પોલીસે આરોપીની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

મૃતદેહ શોખવા માટે કામગીરી : આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે આરોપીના નિવેદન બાદ તરત જ કેનાલ પાસે પહોંચીને મૃતકના મૃતદેહને શોધવા માટેની કવાયત તેજ કરી હતી. કેનાલની આસપાસ આવતા તમામ પોલીસ મથકોને કોઈપણ યુવકનો મૃતદેહ મળ્યો છે કે કેમ તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી. જોકે દીપસિંહ નામના યુવકનું મૃતદેહ હજુ સુધી ન મળી આવતા અંતે આરોપી મુકેશ સિંહ રાજપૂત સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

હત્યા પાછળનું કારણ : પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે પોતે દીપસિંહ પવાર પર ખર્ચ કરતો હતો. મોબાઈલ રિચાર્જ અને નાસ્તા પાણીના પૈસા આપતો હોવા છતાં પણ ઘણીવાર દીપસિંહને બોલાવવા છતાં પણ તે ન આવતો હતો. તે જ બાબતની બોલાચાલી થતા તેણે મૃતકને કેનાલ પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ પણ વાંચો :Nityanand Rai Murder Threat : નિત્યાનંદ રાયની હત્યા કાવતરાનો વીડિયો વાયરલ, એકની ધરપકડ

પોલીસનું નિવેદન : આ ઘટનાને લઈને ચાંદખેડા પોલીસે અલગ અલગ દિશામાં આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના પાછળ આરોપીએ જણાવેલું કારણ જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ બાબત તેને લઈને પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે આ કેસમાં આરોપી અને મૃતક વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાની બાબત અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એસ વણઝારાએ જણાવ્યું હતું કે, પહેલા આ મામલે પહેલા જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી. જોકે CCTVમાં આરોપી મૃતક સાથે જતો જોવા મળ્યો હતો અને તેના જ આધારે તેની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે હત્યા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે અને મૃતદેહને શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details