અમદાવાદ:શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. અમદાવાદ શહેરમાં જાણે ક્રાઇમની હવા ફરી રહી હોય તેમ સતત ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી વાર એવી જ ઘટના અમદાવાદમાં આવેલા રખિયાલ વિસ્તારમાં બાગબાન રેસીડેન્સીમાં બની છે. સામાન્ય બાબતમાં 62 વર્ષીય વૃદ્ધને ગડદા પાટુનો માર મારીને ઈંટથી માથામાં હુમલો કરવામાં આવતા તેઓને માથામાં ઈજાઓ થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે.
સમગ્ર મામલે ફરિયાદ:મણીયાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવીને હજ ઉમરા માટે પ્રવાસીઓને મોકલવાનું કામ કરતા મોહમ્મદ ઈરફાન મણીયાર નામના યુવકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. મંગળવારે મોડી રાત્રે તેઓ પરિવારના સભ્યો સાથે ઘરે હતા. તે સમયે રાત્રે સાડા બાર એક વાગે આસપાસ તેઓની ભાણેજ મહેકનો ફોન આવ્યો હતો. તેણે રડતા રડતા કહ્યું હતું કે તેને તેમજ તેની બહેનો અને માતાને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. લાઈટ બંધ કરી દીધી છે. માતાની તબિયત ખરાબ થતા તે બેભાન થઈ ગઈ છે. તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. જેથી ફરિયાદી ઇરફાન મણીયારે તરત જ 108 માં ફોન કરીને બહેન માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યારબાદ ફરિયાદી તે તેઓના પિતા ઈકબાલ મણીયાર અને તેઓનો ભાઈ ફરહાન મિયા તાત્કાલિક બહેન અજિત રેસિડેન્સી ખાતે બહેન ગુલીસતાબાનુંના ઘરે ગયા હતા.
આરોપીની શોધખોળ: જે બાદ ફરિયાદી બહેન અને પિતા બન્નેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઇ જવામાં ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીના પિતા ઈકબાલ મણીયારને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અંતે આ સમગ્ર મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં જાવેદઅલી શેખ, રેહાન શેખ અને શબાનાબાનુ શેખ ત્રણ લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.