અમદાવાદ: ગોતામાં આવેલા આર્યન સીટીમાં રહેતા યશ જોષી સંગીત તેમજ લેન્ડ સ્કેપ ડેવલોપીંગનું કામ કરે છે. વર્ષ 2016માં તેઓ તેમના મિત્ર સાથે કેફે પર બેઠા હતા. ત્યારે જતીન ડોડીયા સાથે મુલાકાત થઇ હતી. જતીન ડોડિયાએ સંબંધ કેળવી વિશ્વાસ ઉભો કરી આર્થિક પરિસ્થીતી ખરાબ હોવાનું કહી યશભાઇ પાસેથી 10 લાખની માંગણી કરી ત્રણ વર્ષમાં પરત આપવાનો વાયદો કર્યો હતો. જેથી યશભાઇએ આઠેક લાખ રોકડા અને બે -એક લાખ એક કંપનીમાં નંખાવ્યા હતા. જેથી આરોપીએ તે કંપનીના 13 હજાર શેર ઇસ્યુ કરી આપ્યા હતા. બાદમાં થોડા સમય પછી આરોપી જતીને ફરીથી 10 લાખ રૂપિયાની માંગણી કરતા યશભાઇએ મદદ કરી હતી. જ્યારે યશભાઇએ ઉઘરાણી કરીત્યારે આરોપી તેના સસરાને લઇને આવ્યો અને મીઠી વાતો કરાવી ફરી નાણાં પરત આપવાનો વાયદો કર્યો અને ફરીથી શેર ઇશ્યુ કરવાનું કહી છટકી ગયો હતો.
Ahmedabad Crime: દોસ્તીના નામે દગાબાજ, 20 લાખ રોકડા લીધા રિટર્ન ન કરતા ફરિયાદ ફાઈલ - Sola police station
અમદાવાદમાં શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવકે તેના જ મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવક પાસેથી પરિસ્થિતી નાજુક હોવાનું કહી 20 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ જ્યારે યુવકે તે નાણાંની ઉઘરાણી કરી ત્યારે આરોપીએ તેને શેર આપ્યા હતા. જે શેર પણ તેણે પરત લઇને વિશ્વાસ કેળવીને વેચી દીધા હતા અને લાખો રૂપિયા પણ પરત આપ્યો નહોતા. જેથી યુવકે આરોપી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેતરપીંડી કરનાર આરોપીની શોધખોળ ચાલુ છે. પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે"--જીગ્નેશ અગ્રાવતે (સોલા પોલીસ સ્ટેશનના PI)
ગુનો નોંધી તપાસ:બાદમાં આરોપીએ અગાઉ આપેલા શેર સર્ટી માંગી મોટુ સર્ટિફિકેટ બનાવી આપવાનું કહીને તમામ શેર મેળવી લઇ આશરે 16,250 શેર યશભાઇની જાણ બહાર વેચી દીધા હતા. જેને લઇને બંને વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ ધમકી આપી 20 લાખમાંથી માત્ર 50 હજાર પરત આપ્યા હતા. આખરે લાખો રૂપિયા ન આપી શેર વેચી દેનાર જતીન ડોડિયાએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આતરતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.