ગુજરાત

gujarat

ETV Bharat / state

Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

કિરણ પટેલની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. શીલજનો બંગલો પચાવી પાડવાના કેસમાં હવે પોલીસ એમના રીમાન્ડ માગશે. જ્યારે કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ
Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

By

Published : Apr 8, 2023, 1:34 PM IST

Updated : Apr 8, 2023, 5:53 PM IST

પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

અમદાવાદઃકિરણ પટેલની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. શીલજનો બંગલો પચાવી પાડવાના કેસમાં હવે પોલીસ એમના રીમાન્ડ માગશે. જ્યારે કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. એવું અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, ચૈતન્ય માન્ડલીકે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃKiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ થઈ ગઈ

શું કહે છે અધિકારીઃ ચૈતન્ય માન્ડલીકે જણાવ્યું હતું કે, કિરણ પટેલની પત્નીની અગાઉ ધરપકડ કરી હતી. કાલે અમે કીરણનો કબજો મેળવી મેડિકલ ચેકઅપ કરાવી ધરપકડ કરી છે. ટોટલ પાંચ ગુના તેની સામે નોંધાયા છે. બાયડ, નરોડા, જમ્મુ કશ્મીર, અમદાવાદ જેવી અનેક જગ્યાએ ગુના નોંધાયા હતા. જે પણ અન્ય અરજીઓ છે તેની તપાસ થશે. સોશ્યલ મીડિયા પર અનેક નેતાઓ અધિકારીઓ હાજર છે. એ બાબતે 360 ડીગ્રીની તપાસ કરવામાં આવશે.

કિરણ પટેલ પર ગુનોઃ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ રૂપિયા 15 કરોડનો બંગલોખરીદવાનું કહી વિશ્વાસ મેળવ્યા રછી બંગલો પચાવી પાડ્ય હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચેકિરણ પટેલ અને માલિની પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.કિરણ પટેલ ઘોડાસરમાં આવેલ પ્રેસ્ટીજ બંગલો પણ ભાડે રહેવાનાનામે લીધો હતો, અને તેની પચાવી પાડ્યો હતો. વળી ભાડુ પણ નહી ચુકવ્યું હોવાનું બહારઆવ્યું હતું. આમ કિરણ પટેલ વિરુદ્ધ પાંચ ગુના નોંધાયા છે.

ડિગ્રીની તપાસઃ આરોપી કોમ્પ્યુટર એન્જીનીયર હોવાનું જણાવી વિદેશ માં નોકરી કરી હોવાનું જણાવે છે. જેની તપાસ કરાશે. એમાં કંઈ ખોટું નીકળશે તો બીજો ગુનો ઉમેરાશે. રાજકીય વગનો ઉપયોગ કરીને ખોટું કામ કરી રહ્યો હતો. એ તમામ કેસની તપાસ ચાલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અમદાવાદની મેટ્રો કોર્ટમાં એને રજૂ કરીને કાયદેસરના પગલાં ભરશે. ખાસ કરીને બંગલો પચાવી પાડવાના કેસમાં એના રીમાન્ડ મંજૂર કરવામાં આવશે. આ સિવાય ક્યા ખોટા ગુનામાં એની સંડોવણી છે એની પણ તપાસ થશે.

આ પણ વાંચોઃFake PMO Officer: મહાઠગ કિરણ પટેલ મળ્યો'તો હીરાના વેપારીને, કહ્યું હતું સરકાર મા

પત્નીની પણ પૂછપરછઃ મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. તે કિરણ પટેલ સાથે છેતરપિંડીના ગુનામાં સામેલ હોય તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શીલજમાં અંદાજે 18 કરોડની કિંમતનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને બંગલા બહાર પોતાની નેમ પ્લેટ લગાવી પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે કિરણ પટેલ છેલ્લા 5 વર્ષથી ઘોડાસરના જે ઘરમાં રહેતો હતો તે મકાનનું ભાડું 4 વર્ષથી ચૂકવ્યું ન હતું.

Last Updated : Apr 8, 2023, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details