ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : 65000ના પગારદાર સિપાહીનો લોન ભરવા લૂંટનો પ્રયાસ, મણિનગર પોલીસને આરોપીની કબૂલાત ગળે ઉતરતી નથી

15 ઓગસ્ટે મણિનગરમાં જાહેર રોડ પર ફાયરિંગના મામલામાં પકડાયેલ આરોપી યુવકની મણિનગર પોલીસે સઘન પૂછપરછ કરી છે. તેણે આર્મીમાં ફરજ બજાવતો હોવાનું અને 12 લાખની લોન ચૂકવવા જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું જે પોલીસને ગળે ઊતર્યું નથી. જેની ક્રોસ વેરિફિકેશન કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Ahmedabad Crime : 65000ના પગારદાર સિપાહીનો લોન ભરવા લૂંટનો પ્રયાસ, મણિનગર પોલીસને આરોપીની કબૂલાત ગળે ઉતરતી નથી
Ahmedabad Crime : 65000ના પગારદાર સિપાહીનો લોન ભરવા લૂંટનો પ્રયાસ, મણિનગર પોલીસને આરોપીની કબૂલાત ગળે ઉતરતી નથી

By

Published : Aug 16, 2023, 9:21 PM IST

જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો

અમદાવાદ : અમદાવાદના મણિનગર વિસ્તારમાં 15મી ઓગસ્ટે રાતના સમયે જાહેર રોડ પર હથિયાર લઈને લોકોની સામે હથિયાર તાકનાર આરોપીની તપાસમાં મોટા ખુલાસા થયા છે. મૂળ રાજસ્થાનના એક ગામનો વતની અને જયપુરમાં રહેતો તેમજ આર્મીમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતો એક જવાન કેમ લૂંટ કરવા 700 કિલોમીટર દૂર અમદાવાદમાં આવ્યો અને કેમ મણિનગર વિસ્તારને જ નિશાન બનાવ્યો તે અનેક પ્રશ્નો હાલ પોલીસને મૂંઝવી રહ્યા છે. જોકે તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે અનેક ખુલાસાઓ કર્યા છે જે વાત પણ પોલીસને ગળે ન ઉતરતા તેના નિવેદનોને ક્રોસ વેરિફાઈ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

લૂંટનો પ્રયાસ : 15મી ઓગસ્ટની સાંજ હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં શહેરીજનો રજાની મજા માણી રહ્યા હતા, તે સમયે એક યુવક પોતાની હાથમાં પિસ્ટલ જેવુ હથિયાર લઈને હાથમાં થેલો લઈને ભાગતો જોવા મળ્યો હતો અને તેની પાછળ લોકોનું ટોળુ દોડતા તેણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચતા લોકોના ટોળાએ યુવકને પકડી તેની પાસેથી હથિયાર છીનવી તેને અને હથિયારને મણિનગર પોલીસને સોંપ્યા હતા.

મોડી રાત્રે આ બનાવ બન્યો છે. પકડાયેલો યુવક પોતે જે આર્મીમાં ફરજ બજાવતો હોવાનું જણાવે છે ત્યાં સંપર્ક કરી ખરાઈ કરવાની કામગીરી ચાલુ છે. આ આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો અને લોન ભરવા માટે જ આ લૂંટનો પ્રયાસ કર્યો કે કેમ તેમજ અગાઉ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો કે કેમ તે તમામ દિશામાં તપાસ માટે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી પોતે કુંવારો છે અને માતાપિતા સાથે જયપુર રહે છે. હાલ તેની વધુ તપાસ ચાલુ છે...રવિ મોહન સૈની(DCP, ઝોન 6)

આરોપીની પૂછપરછ : જાહેર રોડ પર ફાયરિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર શખ્સને પોલીસ મથકે લાવીને પોલીસે તપાસ કરી અને પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ લોકેન્દ્રસિંઘ શેખાવત અને તે જયપુર ખાતે રહેતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસના ડીસીપી કક્ષાના અધિકારીઓ તાબડતોબ પોલીસ મથકે પહોંચ્યા અને યુવકની પૂછપરછ શરૂ કરી. 25 વર્ષીય લોકેન્દ્રસિંઘ શેખાવતની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે એક દિવસ પહેલા જ ટ્રેનમાં જયપુરથી અમદાવાદ આવ્યો હતો અને રેલવે સ્ટેશન નજીક એક હોટલમાં રોકાયો હતો.

લૂંટના ઇરાદે જ્વેલર્સમાં ઘૂસ્યો : તેણે ગુગલ પર તે જ્યાં રોકાયો ત્યાં આસપાસમાં આવેલા જ્વેલર્સ અંગે સર્ચ કર્યું હતું અને સાંજના સમયે તે ચાલતો ચાલતો મણીનગર વિસ્તારમાં નિકળ્યો હતો, અને મણીનગર ચાર રસ્તા પાસે આવેલા ગાંધી કોમ્પલેક્ષ પાસે પહોંચતા ત્યાં વૃદાવન જ્લેલર્સ પર નજર પડી અને ત્યાં દુકાનમાં વેપારી એકલા જ બેઠા હોય, અન્ય કોઈ સ્ટાફ કે ગ્રાહક ન હોવાથી આરોપોએ લૂંટ કરવાનો ઈરાદો પૂર્ણ કરવા માટે પોતાની પાસે રહેલી બેગ લઈને દુકાનમાં ગયો અને દુકાનમાં ફોન પર વાત કરી રહેલા વેપારી સામે બંદૂક તાકી દાગીના અને રોકડ રકમ આપવાની ધમકી આપી, જોકે વેપારી ઈન્દ્રકુમાર મોટવાણીએ દુકાનમાં કામ કરતા કિશન નામનાં કર્મીને બુમો પાડતા આરોપી દુકાનમાંથી બહાર નિકળીને ભાગ્યો અને આસપાસના લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો.

જાહેરમાં રોડ પર ફાયરિંગ :લોકોનું ટોળુ એકત્રીત થતા બચવા માટે તેણે જાહેર રોડ પર જ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે બાદમાં તેને ઝડપી લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે મણીનગર પોલીસે લોકન્દ્રસિંહ મદનસિંહ શેખાવતની સામે આર્મસ એક્ટ, હત્યાનો પ્રયાસ અને લૂંટનો પ્રયાસ આ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આર્મીમાં ફરજ બાબતે ક્રોસ વેરિફિકેશન :આ મામલે જાણવા મળ્યાં પ્રમાણે પકડાયેલો આરોપી રાજસ્થાનના ઝૂનઝૂનુ ગામનો વતની છે અને તે જયપુરમાં માતાપિતા સાથે રહે છે અને જમ્મુ કાશ્મીરમાં 109 મરાઠા લાઈટ ફ્રન્ટીયરમાં ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવે છે. પરંતુ બે મહિનાની રજા લઈને નીકળ્યો હતો. આરોપીને તેના એક મિત્ર પાસેથી હથિયાર મેળવ્યું હતું. અને તેણે 12 લાખ રૂપિયાની લીધેલી લોન ચુકવવા માટે આ પ્રકારે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનો પગાર 65 હજાર રૂપિયા પ્રતિ માસ કહ્યો છે, જોકે આટલો પગાર ધરાવનાર વ્યક્તિ લોન ચુકવવા માટે લૂંટ કરે તે વાત પોલીસને પણ ગળે ઉતરી નથી જેથી પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ, તેણે જ્યાં નોકરીની વાત કરી તે જગ્યાએ તેમજ તેણે જણાવેલી અન્ય બાબતો અંગે ક્રોસ વેરિફિકેશન શરૂ કર્યું છે.

  1. Ahmedabad Firing: મણિનગરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જાહેર રોડ પર ભરેલી બંદુક સાથે યુવકનો દોડતો વીડિયો, હવામાં કર્યું ફાયરિંગ
  2. Ahmedabad Crime: ક્રાઈમ બ્રાન્ચે હથિયારોની સોદાબાજી ઝડપી, 9 હથિયારો સાથે કુલ 3 આરોપીની ધરપકડ
  3. Vadodara Crime : સસ્તી જમીન આપવાની લાલચ આપી અમદાવાદની ત્રિપુટીએ વડોદરાના વ્યવસાયી પાસેથી 25 લાખ પડાવ્યા

ABOUT THE AUTHOR

...view details