અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા લાલ દરવાજાથી પવન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત નેતાઓ આ પદયાત્રામાં જોડાયા હતા. અદાણીના આર્થિક કૌભાંડ લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અદાણીના આર્થિક કૌભાંડની તપાસ કરવામાં આવે :કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, સમગ્ર દેશના તમામ રાજ્યોના દરેક એકમો પર આજે અદાણીના આર્થિક કૌભાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. સાથે માંગ કરવામાં આવી હતી કે, તમામ રાજકીય પાર્લામેન્ટ સભ્યોની કમિટી બનાવી તપાસ કરવામાં આવે. તેમજ સુપ્રીમ કોર્ટના વડપણ નીચે આ અદાણી આર્થિક કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
યુવાનોને આંદોલન કરવાની પરમિશન નથી :આ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારીના કારણે આજ અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આજે દેશમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. આ દેશના યુવાનો બેરોજગાર બન્યો છે. રાજ્યમાં અનેક પેપરો ફૂટ્યા છે. રાજ્યનો યુવાન આજે નિરાશ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યનું વન આજે સરકાર સામે અવાજ ઉઠાવવા માંગે છે, પરંતુ સરકાર તે યુવાનોને અવાજ ઉઠાવવા દેતી નથી. ગાંધીનગરમાં પણ આંદોલન કરવાની પરમિશન આપવામાં આવતી નથી. જેથી અમારી માંગ છે કે, આવા યુવાનોને આંદોલન કરવા માટે પરમિશન આપવામાં આવતી નથી.