ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ બન્યું મ્યુનિસિપલ કમિશ્નર સામે આક્રમક

અમદાવાદઃ વિપક્ષ કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશ્નર સામે આક્રમક બન્યું હતુ. જેનું મુખ્ય કારણ એ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના બોર્ડના લોકો જ્યારે ફરિયાદ કરે છે તો તેમની અવગણના કરે છે. અને જયારે ફોન કરે છે તો ક્યારેય ફોન ઉપાડતા નથી અને મ્યુનિસિપલ કમિશ્નરનું વર્તન શોભનીય ન હોવાનું કોંગ્રેસે આરોપ કર્યો છે

અમદાવાદ કોંગ્રેસ બન્યું મ્યુનિસિપલ કમિશનર સામે આક્રમક, ETV BHARAT

By

Published : Aug 14, 2019, 9:16 PM IST

આ સમગ્ર બાબતને લઇને વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને અગાઉથી જાણ કરી હોવા છતાં તે પોતાની ચેમ્બરમાં હાજર રહેતા નથી અને અમારો વિરોધ જોઈ કમિશ્નર પણ ત્યાંથી નાશી ગયા હતા.

કોંગ્રેસ બન્યું મ્યુનિસિપલ કમિશનર સામે આક્રમક, ETV BHARAT
વિપક્ષી નેતા સહિત કોંગ્રેસ કોર્પોરેટર ત્યાં જ બેસી ગયા હતા અને કમિશ્નર વિજય નહેરા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, કમિશ્નરના આ વર્તન અંગે રાજ્યના ચીફ સેક્રેટરીને રજૂઆત કરીશું.

ABOUT THE AUTHOR

...view details