એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 30 દિવસમાં 85 નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 253 માસુમોના મોત નિપજ્યાં છે. બાળકમાં જન્મજાત બિમારી, અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક, ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે.
કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે. નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના, ચિરંજીવી યોજના, કસ્તુરબા પોષણ યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છતાંય બાળ મૃત્યુનો સિલસીલો યથાવત રહ્યો છે.
આ એજ દર્શાવે છે કે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બહારથી રીફર થયેલા ક્રિટિકલ બાળકો વધુ આવે છે. બહારથી આવેલ બાળકોના મોત વધુ થાય છે. 18 થી 20 ટકા બાળ મૃત્યુદર સિવિલનો છે. વિશ્વ પ્રમાણે સરેરાશ રેશીઓ 20 ટકા છે. જેની સરખામણીમા આપડી સ્થિતી સારી છે..