અમદાવાદ :શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે. આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલી દારૂની મહેફિલ અંગે પોલીસને જાણ થતા જ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને દારૂની મહેફિલ માણી રહેલા આઠ લોકોને પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. આનંદનગર પોલીસને મોડી રાત્રે બાતમી મળી હતી કે, પ્રહલાદનગર રોડ પર રાજદીપ વિલામાં રહેતા નવીન વાસવાની નામના વ્યક્તિનો જન્મદિવસ હોય તેની ઉજવણી માટે તેણે પોતાના મિત્રોને બોલાવ્યા છે.
આ પણ વાંચો :Rajkot News: રાજકોટમાં લાગ્યા પોસ્ટર, દારૂ અહીંયા નહી આગળ મળે છે
ઝડપાયેલા શખ્સો કોણ : બંગલાના કમ્પાઉન્ડમાં ગાર્ડનમાં જાહેરમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે આનંદનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે રાજદીપ વીલા-1માં ગાર્ડનમાં નવીન વાસવાની, કપિલ વાસવાણી, હરિજિત ગુલબાની, પ્રવીણ મહેતાણી, દીપ ઠક્કર, નિખિલ મહેતાની, રાહુલ વાઘેલા અને જય સુરતી એમ કુલ આઠ લોકોને ઝડપી પાડયા હતા. આ સમગ્ર મામલે પોલીસે દારૂની બોટલ બીયરના ટીન તેમજ 8 મોબાઇલ ફોન અને એક હેરિયર ગાડી સહિત કુલ 16 લાખ 95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો :Gujarat Assembly : રોજગાર, અત્ચાર, ડ્રગ્સ, દારૂ જેવા પ્રશ્નોના જવાબ મુખ્યપ્રધાન જ આપે તેવી કોંગ્રેસની હઠ
આરોપીઓના જામીન :આ ગુનામાં ઝડપાયેલા આરોપી જાણીતા બિલ્ડરનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આ સમગ્ર બાબતે હાલતો આનંદનગર પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને દારૂની મહેફિલ માળતા 8 યુવકોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.