અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેર સુમસામ બન્યું હતું. ફરી 55 દિવસ બાદ શહેર ધબકતું થયું હોય તેવુ લાગી રહ્યું છે. શહેરના જે રસ્તા સુમસામ હતા. તે રસ્તા પર ફરીવાર લોકો બહાર આવ્યા છે. જે પ્રમાણે પશ્ચિમ વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. તેનો લોકોએ લાભ લીધો છે. મોલ-સિનેમાઘર,રેસ્ટોરન્ટ, જિમ,સ્વિમિંગ પુલ વગેરે સિવાય તમામ વસ્તુઓ ખુલ્લી રાખવા છૂટ આપવામાં આવી છે.
55 દિવસ બાદ ફરી એકવાર ધબકતો થયો અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર
કોરોના વાયરસના પગલે સમગ્ર ભારતભરમાં લોકડાઉન રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે લોકડાઉન 4.0 શરૂ થયું છે. પરંતુ તેની સાથે સાથે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ પશ્ચિમ વિસ્તારમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા છે.
અમદાવાદ
પૂર્વ વિસ્તારમાં કન્ટેમનેટ ઝોન જિલ્લા કલેકટર દ્વારા નક્કી કરવામાં આવશે, અને ત્યારબાદ નોન કન્ટેન્મેન્ટ વિસ્તારમાં છૂટ આપી શકાય છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારે આપેલ ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે તથા માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે.