ગુજરાત

gujarat

ETV Bharat / state

નેતાઓ સાથેના ફોટા બતાવી લોકો સાથે છેતરપિંડી કરનાર UPના શખ્સની ધરપકડ - showing tenders to prominent people

અમદાવાદ: શહેરના ખાડિયા પોલીસે લોકો સાથે છેતરપિંડી આચરનાર અને યુપીથી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના ફોટા પણ સામે આવ્યા હતાં. નોંધનીય છે કે, આરોપી વિરૂદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

અમદાવાદમાં દિગ્ગજ નેતાઓ સાથે ફોટા બતાવી લોકોને ટેન્ડર આપવાનું કહી લાખોની છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો

By

Published : Aug 4, 2019, 8:12 PM IST

Updated : Aug 4, 2019, 9:16 PM IST

અમદાવાદ પોલીસે માણેક ચોકથી કન્ટ્રોલ મેસેજના આધારે એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસએ કરેલી પૂછપરછમાં આરોપી ગિરીશ વર્મા મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ લોકો સાથે યુપીમાં પણ અનેક પ્રકારના સરકારી ટેન્ડરો અપાવવા બાબતે નાણાં લઈ છેતરપિંડી આચરી હોવાની વિગત જાણવા મળી હતી. તેમજ આરોપી સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના ફોટા પણ સામે આવ્યાં હતાં.

અમદાવાદમાં દિગ્ગજ નેતાઓ સાથે ફોટા બતાવી લોકોને ટેન્ડર આપવાનું કહી લાખોની છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો

ભોગ બનનારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "આ વ્યક્તિએ નેતાઓ સાથે ફોટા પડાવીને તેમને ચૂંટણીમાં ટિકિટ અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવતો હતો." શનિવારના રોજ માણેક ચોક ખાતે સ્ક્રેપ માટે કરોડો રૂપિયાની ડીલ કરતો હતો. તે દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસે પૂછપરછ કરીને આરોપી ગિરીશ વર્માને ટ્રાન્સફર વોરંટના આધારે યુપી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

Last Updated : Aug 4, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details