ગુજરાત

gujarat

ETV Bharat / state

શા માટે 2 પોલીસે કોન્સટેબલે PI વિરુદ્ધ લખી સુસાઇડ નોટ..?

અમદાવાદઃ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ જીગર સોલંકી અને કૌશલ ભટ્ટ 20 જુલાઈથી ગુમ છે. આ બંને કૉન્સ્ટેબલ PI પી.બી. દેસાઈ વિરુદ્ધ સ્યુસાઈડ નોટ લખી ગાયબ થઈ ગયા છે.

Constabale suciede note ahmedabad

By

Published : Jul 22, 2019, 8:40 PM IST

સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારના સ્ટેન્ડ ચાલે છે. જેની જાણ PIને કરવામાં આવી હતી, પરંતુ PIએ તેમને જવાબમાં કહ્યું કે, બંને શાંતિથી નોકરી કરો નહિ તો બદલી થઇ જશે. આ અંગે બંને કૉન્સ્ટેબલે SP ઝાલાને રજૂઆત કરતા ત્યાંથી પણ યોગ્ય જવાબ ન મળતા હવે જીવવા માગતા નથી અને તેની જવાબદારી SP ઝાલા, PI દેસાઈ અને તેમના વહીવટદારની છે.

2 કૉન્સ્ટેબલ PI વિરુદ્ધ સ્યુસાઈડ નોટ લખી ગાયબ

આ મુદ્દે ઝોન-1 DCP પ્રવીણ મલે જણાવ્યું હતું કે, બંને પોલીસ કૉન્સ્ટેબલ 2 દિવસથી ગુમ છે. તેની ફરિયાદ ઘાટલોડિયા અને સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બંને કૉન્સ્ટેબલે નવરંગપુરા PI પર આક્ષેપ કરીને સ્યુસાઈડ નોટ લખી છે અને કંટ્રોલ રૂમમાં પણ મેસેજ કરીને ગુમ થઇ ગયા છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, બંને કૉન્સ્ટેબલ 15 જુલાઈથી ગેરહાજર છે, જે અંગે તેમને મૌખિક અને નોટીસ દ્વારા જાણ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બંને કૉન્સ્ટેબલને ગેરહાજર રહેવાની અને ખોટા આક્ષેપ કરવાની અડત છે.

ત્યારે બંને પોલીસ કૉન્સ્ટેબલે કરેલા આક્ષેપ અંગે અલગ ડિવિઝનના SP તપાસ કરી રહ્યા છે. તેમને જવાબ લખવા બોલાવ્યા ત્યારે જીગર નામનો કૉન્સ્ટેબલ હાજર રહ્યો ન હતો. જ્યારે કૌશલે અધુરો જવાબ લખાવ્યો અને મારા વકીલ જવાબ લખાવશે તેવું કહી નીકળી ગયો હતો. આ બંને કૉન્સ્ટેબલને PI કે ACP તરફથી હેરાનગતિ હતી, તો DCPને જાણ શા માટે કરી ન હતી તે પ્રશ્ન ઊભો થાય છે. એક પોલીસ કૉન્સ્ટેબલ કૌશલ ભટ્ટ વિરુદ્ધ ગાંધીનગર પેથાપુરમાં જુગારનો કેસ ચાલી રહ્યો છે અને હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બંને કૉન્સ્ટેબલના કેસમાં તપાસ શરુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details