અહેમદ પટેલે શુક્રવારે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં ગુરૂવારે આપેલા નિવેદનમાં ફેરફાર કરવા માગું છું. જેની સામે બળવંતસિહં રાજપુતના વકીલ સત્યપાલે દલીલ કરી હતી કે, અહેમદ પટેલે એફિડેવિટમાં જે સમય બતાવ્યો એ તદ્દન ખોટો છે જેને પટેલે નકાર્યો હતો. સત્યાપાલ જૈનના વ્હીપનો ડર બતાવી ધારાસભ્યો પાસેથી મત મેળવ્યા હોવાનો આક્ષેપ અહેમદ પટેલે ફગાવી દીધો હતો.
અહેમદ પટેલ પ્રદેશ કોગ્રેસ કાર્યલાય ખાતે યોજાયેલી બેઠકમાં અહેમદ પટેલની હાજરીને લઈને ફોટો બતાવવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના ફોટો બ્લર હોવાનું કારણ આગળ ધપી વ્યકિતને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો. માત્ર કેટલાક ફોટોમાં તેમણે શકિતસિંહ ગોહિલ અને જંયત બોસ્કીને ઓળખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફોટોમાં પાસે ઉભેલા મધુસુધન મિસ્ત્રીને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો. નિવેદન આપતો ફોટો વ્હીપ વાળી બેઠકનો હોવાના સત્યપાલ જૈનના આક્ષેપ સામે અહેમદે કહ્યું કે, હું ઘણી બધી બેઠકોમાં નિવેદન અને ભાષણ કરું છું. જેથી આ વ્હીપવાળી બેઠકનો ફોટો છે કે કેમ એ સપષ્ટ રીતે કહી શકું નહીં.
બુધવારે અહેમદ પટેલે જુબાનીમાં જણાવ્યું હતું કે, વરસાદને લીધે મોડા હાજર રહ્યાં હોવાથી બેઠક લગભગ પુરી થઈ ગઈ હોવાથી તેમાં શું થયું એ વિશે જાણતા નથી. જોકે તેમણે ફેરવી તોડતા કહ્યું કે, મોહનસિંહ રાઠવાએ તેમને વ્હીપ વિશે વાત કરી હતી.
જસ્ટીલ બેલા ત્રિવેદીની કોર્ટ સમક્ષ અહેમદ પટેલે જુબાનીમાં જણાવ્યું હતું કે, વરસાદના વિધ્નને લીધે બેઠકમાં મોડા પહોંચ્યા ત્યારે તેજશ્રી બેન, કારકમશી ભાઈ , બળદેવજી , છના ભાઈન, ચંદરિકઆ બેન સહિત 30 - 35 ધારાસભ્યો હાજર રહ્યાં હતા. પ્રદેશ કોગ્રેસની બેઠકમાં મોડા પહોંચ્યા હોવાથી તેમનું માત્ર અભિવાદન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન હોટલ ઉમેદમાં રોકાયા હતા. જેના પૈસા નિશિત વ્યાસ દ્વારા ચુકવવામાં આવ્યા હતા અને નિશિત દિલ્લી આવે ત્યારે હું તેમને પૈસા આપતો હતો. આ બિલની કોપી હું કોર્ટ સમક્ષ રજુ કરી શકું છું પરતું આ બિલ મારા આઈ ટી રિટર્ન માં દર્શાવેલ નથી. 25મી ઓગસ્ટ 2017 દિલ્લીથી અમદાવાદ આવ્યા બાદ કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી હતી.
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, 3 થી 4 જેટલા નોમિનેશન ફોર્મ ભર્યા હતા. જેના સમર્થનમાં આશરે 30 થી 40 જેટલા ધારાસભ્યોએ સહી કરી હતી. જોકે અંત સુધી મારી સાથે તેઓ રહ્યા કે કેમ એ મને યાદ નથી. અહેમદ પટેલે કોર્ટમાં શૈલેષ પરમારને ઈલેકશન એજન્ટ જ્યારે શક્તિસિંહ ગોહિલને પોતાના નિરક્ષક ગણાવ્યા હતા. ઉલટ તપાસમાં પટેલે પોતાના ફોન નંબર, ઓડીટર, કોગ્રેસમાં તેમના આજ દિવસ સુધીના પદ સહિત અનેક વિગતો જણાવી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમના બે ધારાસભ્ય રાવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે નિયમ વિરુદ્ધ જઈને પાર્ટીના પોલિંગ એજન્ટ સિવાય અન્ય લોકોને મતપત્રક બતાવ્યા હતા. ત્યારબાદ ધાંધલ-ધમાલ થઈ જવા પામી હતી. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરાતા બંને ધારાસભ્યોના મતને ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના અહેમદ પટેલના 44 મત અને બળવંતસિંહના 38 મત થઈ જતા અહેમદ પટેલનો વિજય થયો હતો અને એ જીતને રદ કરવા હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી.