ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની મેટ્રો-મિર્ઝાપુર કોર્ટમાં લગાવાયા CCTV કેમેરા - mirzapur court

અમદાવાદ : અમદાવાદની વિવિધ નીચલી ન્યાયાલયોમાંથી આરોપીઓ ફરાર, વકીલો અને આરોપીઓ વચ્ચે મારામારીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ અને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 3:35 PM IST

અમદાવાદની મેટ્રો કોર્ટ તેમજ મિર્ઝાપુર કોર્ટની સુરક્ષામાં વધારો કરવા માટે હાઈટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જે નાઈટ વિજન રેકોર્ડિંગની સાથે લોકોની વાતોને પણ રેકોર્ડિંગ કરશે. મેટ્રો કોર્ટ અને મિર્જાપુર કોર્ટ એમ બંને કોર્ટમાં ૫૦-૫૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવીને લોકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. હાઇકોર્ટના નેજા હેઠળ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરાશે. જેનાથી કોર્ટના પ્રાંગણમાં અમુક સમયે થતી ગુનાહિત પ્રવૃત્તિ પર સંપૂર્ણ પણે નિયંત્રણ મેળવી લેવાશે.

મિર્ઝાપુર કોર્ટમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા

મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં 50 અને મેજિસ્ટ્રેટ કોર્ટમાં 78 જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે. દરેક કોર્ટની બહાર એક સીસીટીવી કેમરા લગાડવામાં આવે છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં દરરોજ આશરે 10 હજારથી વધુ લોકો અવરજવર કરતા હોવાથી સીસીટીવી લગાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details