રવિવારે રજામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ત્યારે, ચોમાસાની સિઝનમાં સૌના પસંદગીકાર એવા મકાઈના ડોડાનો સ્વાદ લેવામાં અમદાવાદીઓ પાછળ રહ્યા ન હતા.
વરસાદી મોસમમાં અમદાવાદીઓએ માણ્યો મકાઈના ડોડાનો સ્વાદ
અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની બીજી શરૂઆત થઈ છે ત્યારે, અમદાવાદમાં પણ રવિવારના દિવસે આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ઉત્સાહભેર બહાર રસ્તા ઉપર આવીને વરસાદની મજા માણી હતી અને સાથે સાથે વરસાદમાં ફેમસ મકાઈના ડોડાનો પણ સ્વાદ ચાખ્યો હતો.
અમદાવાદના એસજી હાઈવે, વસ્ત્રાપુર લેક ,સીજી રોડ સહિતના વિસ્તારોમાં આજે અમદાવાદીઓએ મકાઈના ડોડાનો સ્વાદ ચાખ્યો હતો. રવિવારનો દિવસ હોવાથી સ્વભાવિક રીતે જ આ વિસ્તારોમાં ભીડ વધુ હતી તેમ છતા પણ ચોમાસામાં મકાઈના ડોડા ખાવા એ એક પ્રથા સમાન થઈ ગઈ છે અને અમદાવાદીઓએ આજે વરસાદી માહોલની વચ્ચે મકાઈના ડોડા ખાવાનો આનંદ ઉઠાવ્યો હતો.
અષાઢ માસમાં અસહ્ય ગરમી પડતા અમદાવાદીઓ પરેશાન થયા હતા. ત્યારે, આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રજાનો દિવસ હોવાથી વસ્ત્રાપુરમાં લોકોની મોટી ભીડ એકઠી થઇ હતી અને અમદાવાદીઓએ વરસાદી મોસમમાં ફેવરીટ મકાઈના ડોડાનો સ્વાદ ચાખ્યો હતો.
.