ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ IPS રજનીશ રાયની IIM અમદાવાદમાં નિમણૂંક સામે કેન્દ્ર સરકારે વાંધો ઉઠાવ્યો

અમદાવાદઃ સસ્પેન્ડેડ પૂર્વ IPS અધિકારી રજનીશ રાયને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા IIM અમદાવાદને બીજીવાર વાંધો દર્શાવતો પત્ર લખવામાં આવ્યો છે.

By

Published : Jul 31, 2019, 11:51 PM IST

અમદાવાદ

રજનીશ રાયના વકીલ રાહુલ શર્માએ આ મુદ્દે જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠક્કરની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે, રજનીશ રાયની નિમણૂંક મુદ્દે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા વાંધો ઉઠવાતો બીજી વાર પત્ર લખવામાં આવ્યો છે. ચાલુ મહિનાની શરૂઆતમાં પણ માનવ સંસાધન મંત્રાલય દ્વારા IIM અમદાવાદને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સસ્પેન્ડ કરાયેલા કર્મચારીને કઈ રીતે નોકરી પર રાખી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આ મુદ્રા આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર રજનીશ રાયની રોજગારી અટકાવવા માટે આવા પત્રો લખી રહી છે કે કેમ? રાહુલ શર્મા દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારના વાંધા સામે હાઇકોર્ટના હસ્તક્ષેપ કરવાની જરૂર છે. જેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે રજનીશ રાયને નિવૃત થવાની પરવાનગી આપી શકાય નહી. સરકાર દ્વારા આ મુદ્દે સમયની માંગ કરતા વધુ સુનાવણી 5મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

રજનીશ રાય વર્ષ 1992 ગુજરાત કેડરના IPS અધિકારી છે. ગત વર્ષ 2018 ચિતોરમાં સી.આર.પી.એફ એન્ટી ટેરેરીઝમ સ્કૂલમાં ફરજ બજવતા હતા. ત્યારે તેમણે રાજીનામુ આપી દેતા કેન્દ્ર સરકાર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. નિવૃત્તિના તેમના પગલાના ભાગરૂપે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નિવૃત્તિ મુદ્દે રજનીશ રાય CAT અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા પણ સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. રજનીશ રાય પોતાના કાર્યકાળ દરમિયાન અનેક હાઈ પ્રોફાઈલ કેસ હેન્ડલ કર્યા છે. જેમાં વર્ષ 2007માં સૌરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમણે આઇ.પી.એસ ડી.જી. વણઝારા, એન.કે. અમીન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details