તેથી રાજ્યના પશુપાલકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં પશુઓને ગરમીથી રક્ષણ આપવામાં જરુરી તકેદારી રાખવામાં આવે તો, પશુઓને ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યના પશુપાલન નિયામક દ્વારા પશુપાલકોએ પશુઓને ગરમીથી રક્ષણ આપવા શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં ‘રેડ એલર્ટ’ જાહેર, પશુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર - Gandhinagar
અમદાવાદઃ ઊનાળામાં સૂર્ય દેવતા કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ગરમીના આ પ્રકોપમાં માનવી તો ઘરમાં એસી, કુલરની હવા લઈ ગરમીથી બચી શકે છે, પરંતુ અબોલા પશુઓની હાલત કફોડી બની જાય છે.
પ્રતિકાત્મક ફોટો
પશુઓને ગરમીથી રક્ષણ આપવા નીચે મુજબની તકેદારી રાખવી
- પશુઓને છાંયડામાં (શેડ અથવા ઝાડ નીચે) બાંધવા
- શેડ ઉપર ડાંગર કે ઘઉંના પુળિયા નાંખી કે શેડના પતરાં ઉપર સફેદ કલર કરી શેડનું તાપમાન જાળવવું
- પશુઓને શેડમાં પુરતી જગ્યા (સામાન્ય કરતાં વધારે) આપવી
- પશુઓને દિવસ દરમિયાન સતત, પુરતું અને સ્વચ્છ ઠંડુ પાણી આપવું
- પશુઓને ખોરાક દિવસના ઠંડા કલાકો (સવારે અને સાંજે) દરમિયાન આપવો
- પશુઓને ઉત્તમ પ્રકારના લીલા ઘાસચારાનું નિરણ કરાવવું
- પશુઓના ખોરાકમાં બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટનો ઉપયોગ કરવો
- પશુઓને દૈનિક મીનરલ મીક્ષર ૭૫-૮૦ ગ્રામ તથા મીઠું ૨૦-૨૫ ગ્રામની માત્રામાં આપવું
- પશુઓના શેડમાં પંખા, એર-કુલર, પાણીના ફુવારા, ફોગરનો ઉપયોગ કરવો
- અતિશય ગરમીમાં પશુઓ પર પાણીનો સીધો છંટકાવ કરવો
- પશુઓને તળાવ અથવા પાણી ભરેલા ખાડામાં જલવિહાર માટે મોકલવા
- પશુઓને રાત્રિના સમયે ચરિયાણમાં મોકલવા
- પશુઓને લુ લાગવાના કિસ્સામાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી સારવાર અપાવવી