- પાંચ વર્ષના બાળકની ગ્રહણશક્તિ છે વિશિષ્ટ
- 315 શ્લોક બોલી શકે છે કડકડાટ
- રાષ્ટ્રીય અધિવેશનમાં પણ આગામી દિવસોમાં લેવાનો છે ભાગ
અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં રહેતા જીતેશભાઈ આડેસરા અને તેના પરિવારના સભ્યો સ્વામિનારાયણ ધર્મનું પાલન કરે છે. જીતેશભાઈના પૌત્રનું નામ યોગી તેમના ધર્મ મહારાજ યોગીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
યોગી નાનપણથી જ હોશિયાર છે. હાલ વિદેશની રાયસન કિતની શાળામાં અંગ્રેજી માધ્યમમાં સિનિયર કેજીનો અભ્યાસ કરે છે. સ્વાભાવિક રીતે સિનિયર કેજીમાં અભ્યાસ કરતું બાળક ઘરે લખવાનું કે, વાંચન શીખ્યું ન હોય. પરંતુ ઘરમાં રહેતા સતત ધાર્મિક માહોલથી જ તેને ધર્મ પ્રત્યેનો લગાવ હોય છે. તેના પરિવારના તમામ સભ્યો દાદા-દાદી કે મમ્મી પપ્પા તમામ લોકો અવાર નવાર દર્શન કરવા અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં ભાગ લેતા હોય છે. તાજેતરમાં જ મહંત સ્વામી દ્વારા લીખેલી દીક્ષા ગ્રંથનું લેખન કરાયું છે. તો તેમાં રહેલા 315 શ્લોક યોગી આડેસરા કંઠસ્થ કરીને કડકડાટ બોલી શકે છે.
રાજ્ય કક્ષાએ શ્લોક કડકડાટ બોલીને નંબર પ્રાપ્ત કર્યો
અત્યારના સમયના બાળકોની ગ્રહણશક્તિ કંઈક અલગ જ પ્રકારની હોય છે. ત્યારે અમદાવાદના યોગી આડેસરા પણ ધાર્મિક વૃત્તિને લઈને કાર્યો કરે તેવી માતા-પિતાની ઇચ્છા છે. ત્યારે સતત માતા-પિતાનું માર્ગદર્શન અને દાદા દાદીના સાનિધ્યમાં રહીને યોગી આદિત્યએ રાજ્ય કક્ષાએ શ્લોક કડકડાટ બોલીને નંબર પ્રાપ્ત કર્યો છે. આગામી દિવસમાં રાષ્ટ્રીય અધિવેશનમાં પણ પ્રથમ આવે તો નવાઈ નહીં.