અમદાવાદ :બિલકિસ બાનો કેસ મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કરી નાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલા સમ્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યની લોઅર કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણય લઈ ચુક્યા છે. એવામાં કોઈ જરૂર નથી લાગતી કે તેમાં કોઈ રીટ દાખલ કરવામાં આવે.
દોષિતો ફરી જેલ જશે : ઓગસ્ટ 2022 માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા મેળવેલા તમામ 11 દોષિતોને છોડી મુક્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ બિલકિસ બાનો કેસના દોષિતોને ફરી જેલમાં જવું પડશે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો : સુપ્રીમ કોર્ટે 12 ઓક્ટોબરના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની બેન્ચે ચુકાદો સંભળાવ્યો છે. આ ઘટના પર કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવા સાથે જોડાયેલા ઓરિજનલ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સમય પહેલા દોષિતોને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તે સજા માફી વિરુદ્ધ નથી. પણ આ સ્પષ્ટ કરવું જોઈએ કે દોષિત કેવી રીતે માફીના યોગ્ય બન્યા છે.
એ દિવસે શું બન્યું હતું ? 2002 ગોધરા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. એટલું જ નહીં પીડિતા પરિવારના સાત લોકોની હત્યા પણ થઈ હતી. આ કેસમાં 11 લોકો દોષિત હતા, તેમણે ગત વર્ષે ક્ષમા નીતિ હેઠળ છોડી મુકવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરતા પીડિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે ગેંગરેપ સમયે 21 વર્ષની બિલકિસ બાનો 5 મહિનાની ગર્ભવતી હતી. તેના પરિવારના સાત લોકોની હત્યા થઈ હતી, તેમાં પીડિતાની ત્રણ વર્ષની દીકરી પણ સામેલ હતી. આ કેસમાં 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022 માં ગુજરાત સરકારના આદેશ પર છોડવામાં આવ્યા હતા.
- Bilkis Bano case: બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે ગેંગરેપના 11 દોષિતોની જેલમુક્તિનો નિર્ણય કર્યો રદ
- Addressing The Silent Epidemic: વૈવાહિક બળાત્કારને કાયદો અને સામાજિક સુધારણાની કેટલી જરૂર ?