અમદાવાદઃ બગોદરા-અમદાવાદ અરણેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident on Bagodara Highway)સર્જાયો છે. જેમાં ટ્રકની પાછળ તુફાન ગાડી ઘૂસી ગઈ હતી. આ તુફાનમાં રાજકોટની અલગઅલગ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાની માહિતી મળી છે. તે રાજકોટથી વાપી રાજ્યકક્ષાની અંડર-19 જૂડો સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. અકસ્માતનો બનાવ બનતા બગોદરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના જેમાં 3 લોકોના મોત થયા છે, અને 11 ઈજાગ્રસ્તોને બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં (Bagodra Health Center)સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયા છે.
મૃતકના નામ
- વિશાલભાઈ મુકેશભાઈ ઝરીયા
- હર્ષલભાઈ ભાર્ગવભાઈ પઢીયાર
- ઇશીતા બહેન ધોળકીયા
ઇજાગ્રસ્તોના નામ
- અવનીબહેન અશોકભાઈ ડોડીયા ઉવ.16
- ક્રીષ્નાબહેન કલ્પાભાઈ બારોટ ઉવ.16
- એકતાબહેન નિલેશભાઈ લીંબાચીયા ઉવ.17
- એક અજાણ્યો માણસ ઉ.વ.25
- હીરલબહેન મગનભાઈ નંદવાણા ઉવ.18
- ધનવાનભાઈ મનીષકુમાર ગઢીયા ઉ.વ.40
- નિલમબહેન ચૌહાણ ઉ.વ.23
- વ્રજભુષણ રામનાથ રાજપુત ઉ.વ.35
- અતુલભાઈ રામજીભાઈ ભડેલીયા ઉ.વ.49
- રાજીવભાઇ મધુભાઇ ચૌહાણ ઉ.વ.36
- કરણભાઈ જયેન્દ્રભાઈ ઝારસાણીયા ઉ.વ.17 તમામ રહે.રાજકોટ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ચાર લાખની સહાય
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય