મૃતકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલને રૂપિયા 1 લાખનું વળતર આપવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપ શાસકો માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આ અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે AMC અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે. આ સામે મેયર બિજલ પટેલે જવાબ આપતા કહ્યું કે આ બાબતે ચર્ચા કરવાના છે અને મારે મારું રાજીનામું ક્યારે અને કોને આપવું તે મારો પ્રશ્ન છે.
કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાના મામલે AMC ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
અમદાવાદ: શહેરના એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કોંગ્રેસના નેતાઓએ બેનર પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની માંગ કરી હતી.
કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાનો મામલો, AMC ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
ગઈ કાલની ઘટનામાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક ઘાયલ થયેલા વ્યક્તિઓને મફતમાં સારવાર કરવામાં આવશે અને તેના દરેક ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપાડશે. હાલ 29 જેટલા વ્યક્તિઓ એલ.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી પાંચ લોકોનું ઓપરેશન પણ થઈ ગયું છે.