ગુજરાત

gujarat

ETV Bharat / state

લાંચ્યો! દારૂના કેસમાં ન ફસાવવા લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા 65 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલે પ્રોહિબિશનના કેસમાં વાહનોને દારૂના કેસમાં નહી લેવાના અને અન્ય એક વ્યક્તિનું નામ નહી ઉમેરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. (Head Constable Bribery Case in Ghatlodiya)

લાંચ્યો! દારૂના કેસમાં ન ફસાવવા લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
લાંચ્યો! દારૂના કેસમાં ન ફસાવવા લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

By

Published : Nov 17, 2022, 3:20 PM IST

અમદાવાદશહેરના ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચ લેતા (Ahmedabad Crime Case) રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસ કર્મીએ ફરિયાદી પાસેથી 65 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. તેને લાંચ ન આપવાની હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ જયદિપસિહ પઢેરીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. (Police bribery case in Ahmedabad)

શું હતો સમગ્ર મામલો આ મામલે વિગતવાર વાત કરીએ તો ફરીયાદી બુટલેગર હોવાથી દારૂના કેસમાં તેની બે એક્ટીવા જમા ન લેવા માટે તેમજ દારૂના કેસમાં ફરીયાદીના ભાઇ તેમજ એક માણસને છોડી દેવા અને ફરીયાદીનું નામ નહીં બતાવવા માટે હેડ કોન્સ્ટેબલે ફરીયાદી પાસેથી 65 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ મામલે ACBએ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. તેણે અગાઉ કોઈ વ્યક્તિ પાસેથી લાંચ લીધી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. (Ghatlodiya Police Station)

પોલીસે શું કહ્યુંઆ અંગે ACBના અધિકારીએ ટેલિફોનિક મારફતે ETV Bharatને જણાવ્યુ હતું કે, પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે. તેમજ તેની સાથે આ ગુનામાંઅન્ય કોઈ પોલીસકર્મી(Ahmedabad ACB) સામેલ છે કે કેમ તે દિશામાં પુછપરછ હાથ ધરાશે. (Head Constable Bribery Case in Ghatlodiya)

ABOUT THE AUTHOR

...view details