જોરદાર પવન ફૂંકાતા અમદાવાદના હેલમેટ સર્કલ પાસે ડોમ ધરાશાઈ - Gujarati News
અમદાવાદઃ અચાનક આવેલા વાતાવરણમાં બદલાવના કારણે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વેકેશન 2019ના હોર્ડિંગ્સ સાથેના ડોમ તૂટી પડ્યા હતા. જેના કારણે 1 કિલોમીટરથી વધારે અંતરની લાંબી દિવાલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી. આ સાથે જ 2 ઝાડ પણ પડી ગયા હતા.
40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા હેલ્મેટ સર્કલ પાસે ડોમ તૂટ્યો
શનિવારે સાંજે વાતાવરણમાં બદલાવની સાથે-સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના કારણે હેલ્મેટ સર્કલ પાસેની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરી રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.