- હરિયાણા,પંજાબ તરફથી રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘૂસાડવા બુટલેગરોની અલગ-અલગ મોડેસ ઓપરેન્ડી
- દારૂના જથ્થાને પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાનો પ્રયાસ
- આર.આર સેલની વોચમાં અમરેલી તરફ લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વિભાગ તરફથી આર.આર સેલને સૂચના આપવામાં આવી હતી કે, વિધાન સભાની પેટા ચૂંટણી પૂર્વે તેમજ દિવાળીના તહેવાર પૂર્વે હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. ત્યારે તેને આગળ લઈ જવાતા અટકાવી દેવાની સૂચના અનુસાર આર.આર સેલની ટીમે અમદાવાદ બગોદરા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી.
આર.આર સેલની વોચમાં અમરેલી તરફ લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો ગુજરાતમાં બુટલેગરોએ પ્લાસ્ટિકના કેરેટમા વિદેશી દારૂ ઘૂસાડવાનો કર્યો પ્રયાસ
આર.આર.સેલની ટીમને બાતમીત મળી હતી કે, અમદાવાદ-બગોદરા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલુ આઇસર નંબર. HR 68A6227 પસાર થવાનું છે. જેના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમિયાન આઇસર પસાર થતા તેની તલાશી તપાસ કરવામાં આવી હતી. તેમાથી પ્લાસ્ટિકના કેરેટમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
દારૂનો જથ્થા સહિત બે ઈસમોની અટકાયત
વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા બે ઈસમો (1) સુરજીત સિંગ રતનચંદ ડોબરા (2) લખવિન્દરસિંગ સુરેન્દરસિંગની અટકાયત કરવામાં આવી હતી. આઇસરમાં રાખવામાં આવેલો વિદેશી દારૂ/ બીયર જથ્થો કુલ 290 પેટીની કિંમત 10 લાખ 40 હજાર 400, આઇસર, એક મોબાઇલ તથા તેમની પાસેથી મળેલા રોકડ મળી કુલ 17,06,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, જ્યારે અમરેલી તરફ આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે બગોદરા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. 2 આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ બગોદરા પી.એસ.આઇ ચલાવી રહ્યા છે.