અમદાવાદઃ જનજાગરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં વિરમગામ તાલુકાના ઘોડા અને કમીજલા મૂકામે સાંસદ ડૉ.મહેન્દ્ર મુજપુરા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
વિરમગામ તાલુકાના ઘોડા-કમીજલા મૂકામે સાંસદ ડૉ. મહેન્દ્ર મુજપુરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
વિરમગામ તાલુકાના ઘોડા અને કમીજલા મૂકામે સાંસદ ડૉ.મહેન્દ્ર મુજપુરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને આઝાદી અપાવવા કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતનો વિચાર કરી મહત્વના નિર્ણયો લીધા છે.
આ બેઠકમાં ખેડૂતોને કૃષિ બિલ વિશેની વિસ્તૃત માહિતી આપતા સાંસદ મહેન્દ્ર મુજપુરાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને આઝાદી અપાવતા કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતનો વિચાર કરી મહત્વના નિર્ણયો લીધા છે.
સાંસદે કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં 4000 ગામડાઓમાં ટેન્કરોથી પાણી મળતું હતું. નર્મદા ડેમનું કામ ઠપ્પ થઇને પડ્યું હતું. જમીનમા પાણીના જળસ્તર ખતમ થઇ ગયા હતા અને વારંવાર દુષ્કાળની લપેટમાં આવતા ગુજરાતે કપરા દિવસો જોયા છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી છે, ત્યારથી ભાજપ સરકારે ખેડૂત લક્ષી નિર્ણય કર્યા છે. સાંસદ મહેન્દ્ર મુજપુરાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં ખેતી પરના ધિરાણ ઉપર 18 ટકા વ્યાજ લેવાતું હતું, જે ભાજપ સરકારે 0 ટકા વ્યાજે ખેડૂતોને ધિરાણ આપ્યું છે.