ગુરૂવારે ભગવાન જગન્નાથની રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળદેવજીના રથને મંદિરના પટ્ટાંગણમાં લાવવામાં આવ્યા હતા. રથ સજાવી 14 હાથીઓને પણ મંદિરના આંગણામાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મંદિર જય રણછોડ મખાણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રાના એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથના સુવર્ણ મુગટ અને હાર સાથે સોના વેશના દર્શન - Ahemdabad
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. ત્યારે એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળદેવજીને સુવર્ણ મુગટ, હાર અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા.
રથયાત્રાના એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથને સુવર્ણ મુગટ અને હાર પહેરાવ્યો
સવારે ભગવાનને સુવર્ણ મુગટ, હાર અને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. ત્યારે ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.