ગુજરાત

gujarat

ETV Bharat / state

આર્મીના જવાનોની પત્નીઓ માટે કુકિંગ વર્કશોપનું આયોજન કરાયું

અમદાવાદઃ આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) સપ્તાહ મનાવવાના ભાગ તરીકે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના જવાનોની પત્નીઓ માટે રસોઈ વર્કશોપનું આયોજન કર્યું હતું વર્કશોપ માટે ખાસ શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી. અને તેમને રસોઈ અંગેની કેટલીક ટીપ્સ પણ આપી હતી. આ ઈન્ટરએક્ટીવ વર્કશોપનો ઉદ્દેશ સેનાના જવાનોની પત્નીઓને રસોઈનુ કૌશલ્ય શિખવવાનો હતો, જેથી તે ઘરમાં જ ઉપલબ્ધ સાધનસામગ્રી વડે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે.

આર્મીના જવાનોની પત્નીઓ માટે કુકિંગ વર્કશોપનું આયોજન કરાયું

By

Published : Aug 25, 2019, 6:21 PM IST


આ વર્કશોપને જવાનોની પત્નીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો. તેમાં તેમનો રસોઈ માટેનો શોખ વર્તાતો હતો. શેફે તેમને વિવિધ પ્રકારની ટીપ્સ આપી હતી અને પોતાની સ્વાદ પસંદગી અનુસાર કઈ રીતે વાનગીઓ તૈયાર કરી શકાય તે જણાવ્યું હતું. આ વર્કશોપમાં સેનાના જવાનોની આશરે 30 પત્નીઓ સામેલ થઈ હતી.

સેનાના જવાનોની પત્નીઓ માટે કુકિંગ વર્કશોપનું આયોજન કરાયું
આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) એ ભારતનું સૌથી મોટુ સ્વૈચ્છિક સંગઠન છે. તે સેનાના જવાનોના જીવનસાથી અને સામાજીક સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ મારફતે વિવિધ સામાજીક જવાબદારીઓ અદા કરે છે. આ એસોસિએશનની નોંધણી તા. 23 ઓગસ્ટ 1966ના રોજ કરાઈ હતી .વર્ષના તે દિવસને આવા ડે તરીકે મનાવવામાં આવે છે.
આર્મીના જવાનોની પત્નીઓ માટે કુકિંગ વર્કશોપનું આયોજન કરાયું
:

ABOUT THE AUTHOR

...view details