મળતી વિગતો અનુસાર દાણીલીમડામાં રહેતા તેલના વેપારી યાસીન મેમણે કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્ર અહદ અને તેના સાગરિતો સાથે મળીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો હતો. બાદમાં અહદે યાસીન મેમણ પાસેથી 1.25 કરોડની ખંડણી માંગી હતી. અહદે ધમકી આપતા યાસીને 80 લાખ ચૂકવી દીધાં હતા.
અમદાવાદમાં કુખ્યાત ડોનના પુત્રએ ખંડણીની માંગણી કરતા બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ - કુખ્યાત ડોન
અમદાવાદઃ કુખ્યાત ડોન અબ્દુલ વહાબનો પુત્ર પણ પિતાના પગલે લોકોને ડરાવી અને ધમકાવી રહ્યો છે. આ સિલસિલામાં શાહપુરના એક વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલો પૈસાની લેણદેણ હોવાની વિગતો પણ સામે આવી છે. અહદે ખંડણીની માંગણી કરતા બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
hd
બાકીની રકમની વસૂલાત કરવા અહદે વધુ ધમકી આપી હતી. અહદે પોતાના સાગરિતો સાથે મળીને મેમણને પોતાની ઓફિસમાં ત્રણ કલાક બંદી બનાવ્યા હતા. જ્યાં તેમને 3 કલાક સુધી બંદી બનાવીને ડરાવ્યા અને ધમકાવ્યા હતા. જેથી ત્રાહીમામ પોકારી ગયેલા વેપારી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.