ગુજરાત

gujarat

ETV Bharat / state

એસ.જી. હાઈવે પર 8 નબીરાઓ પીધેલી હાલતમાં ઝડપાયા - gujarati news

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં દારૂ પીધેલી હાલતમાં લોકો જોવા મળે છે. ત્યારે પોલીસ દ્વારા આજે શહેરના એસ.જી.હાઈવે પરથી દારુ પીધેલી હાલતમાં 8 નબીરાને ઝડપી પાડ્યા હતા.

gs

By

Published : Jun 28, 2019, 2:16 PM IST

શહેરના મુખ્ય વિસ્તાર સમા એસ.જી. હાઈવે ઉપર રાજપથ ક્લબ પાસે બેન્કવેટમાં 8 શખ્સો દારૂની હાલતમાં હોવાની પોલીસને બાતમી મળી હતી, જ્યાં પોલીસે દરોડા પાડતા 8 નબીરાઓ દારૂની હાલતમાં મળ્યા હતા.

આ તમામની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી અને મેડીકલ ચેકઅપ માટે મોકલ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details